ભાવનગરમાં જૈન જીવનસાથી પરીચય મેળાનું આયોજન થયું

934

મંગલ નવકાર મહેક ગૃપ દ્વારા યશવંતરાય નાટ્‌ય ગૃહ ભાવનગર ખાતે તા.૨૮-૦૭ ના રવિવારના રોજ જૈનો માટે જૈન જીવનસાથી પરીચય તથા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં ભાવનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત અને નાગપુરથી જૈન યુવક-યુવતિઓ આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરી સંત કિરણભાઇ લોલીયાણા નવકાર મંત્ર ગાયને કરી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભાજપ શહેર પ્રમુખ સનત મોદી તથા જૈન માઇનોરીટી સેલ કન્વીનર (ગુજરાત પ્રદેશ) પ્રશાંતભાઇ શાહ તથા જુનાગઢ બાર કાઉન્સીલનાં પ્રમુખ હાજર રહ્યા હતા.

Previous articleરાજુલા-જાફરાબાદની પ્રા.શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાની માંગણી
Next articleશિવકુંજ આશ્રમ જાળીયામાં શ્રાવણ માસમાં મહાયાગ