પ્રોટીનનું આહારમાં મહત્વ

611

એક સંવાદ!….

મારો બાબો પરીક્ષામાં ખુબ જ સારા માર્કસ લાવ્યો…

ઈશ્વરે તેને બુધ્ધિ આપી અને તમારા સારા નસીબ ! મારા નસીબમાં તો મારો મંદબુધ્ધિવાળો મુન્નો પાસીંગ માર્કસ પણ નથી લાવતો..!

એક બીજા નિશ્વાસ !… રમતગમતમાં મારા બાળકો હંમેશા ઓછા માર્કસ લાવે છે. ત્યારે તમારા બાળકો તો સારા નંબર અને ઈનામો લાવે છે…. કુદતરના ખેલ છે બધા..!

ઉપરોકત સંવાદ અને નિશ્વાસમાં નસીબ અને કુદરતને કેન્દ્રમાં રાખીને વાત કરવામાં આવી છે.

શું આપ પણ આ વાતમાં સહમત છો ? મોટાભાગના લોકોનો જવાબ હામાં આવશે. પરંતુ ઉપરોકત વાત અર્ધસત્ય છે. બાળકની બુધ્ધિ અને શરીર સૌષ્ઠવ માટે વાલી પણ ઘણું કરી શકે છે.

બુધ્ધિ તો ઈશ્વરની દેન છે. એ વાતને મકકમપણે માનનારાં મોટા ભાગના લોકોમાં શિક્ષિતોનો પણ સમાવેશ થાય છે. પરંતુ, ખરી હકિકત એ છે કે, ખોરાકમાં પ્રોટીન તત્વનો (બાળકની પાંચ વર્ષ સુધીની ઉંમરમાં) સારા પ્રમાણમાં ઉપયોગ બુધ્ધિશક્તિને ઘણી વધારી દે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી આ વિષયનાં નિષ્ણાંતોએ આ બાબત ઘણો પ્રકાશ ફેકયો છે. સંયુકત રાષ્ટ્ર સમુહ (યુનો)ની એક ખાસ શાખા કે જેનું નામ યુનિસેફ છે. જે બાળકોના સમગ્ર વિકાસ માટે કાર્ય કરે છે. આ સંસ્થાએ બાળકોના નિષ્ણાંત એવા ટોચના દુનિયાભરમાંથી સાત તબીબોની સમિતિ નીમી. આ નિષ્ણાંતોએ દુનિયાભરનો પ્રવાસ આ વીષયના સંશોધન માટે કર્યો. તેમણે બાળકોનો સર્વાંગી અભ્યાસ કર્યો અને તેઓ એવા તારણ પર આવ્યા કે, બાળકોને બુધ્ધિશાળી અને શક્તિશાળી બનાવવા હોય તો તેમની ઉમરના પહેલા પાંચ વર્ષમાં તેમને યોગ્ય પોષણ તથા તાલીમ જરૂરી છે. જેમાં પ્રોટીન તત્વ પર ખાસ ભાર મુકાયો છે અને મહત્વની વાત એ છે કે, પાંચ વર્ષ પુરા થયા પછી મગજનાં કોષોનો વિકાસ અટધી જાય છે. જેમ માણસના શરીરનો વિકાસ ૧૮ થી ર૦ પછી અટકી જાય છે. (ખાસ કરીને ઉચાઈની દ્રષ્ટિએ) મગજ પાંચ વૃષ પછી જેટલું અવિકસિત રહે તેટલું કામય માટે રહે છે. આમ મગજન્શક્તિ ખીલવવા માટે આપણી પાસે માત્ર પાંચ જ વર્ષ છે. નિષ્ણાંતોનું કહેવું છે. કે, પહેલા પાંચ વર્ષમાં મગજનો ધારીએ તેટલો વિકાસ આપણે કરી શકીએ છીએ. પાંચ વૃષ પછી બાજી આપણા હાથમાં નથી રહેતી. મગજ અનેક નાના કોષો (સેલ)નું બનેલું છે. આવા કોષોની સંખ્યા કરોડોની છે. આ કોષો અતિ સુક્ષ્મ નરી આંખે ન દેખી શકાય તેવા છે. જન્મ વખતે મગજના કોષોનો વિકાસ થયેલો નથી. હોતો ત્યાર બાદ વિકાસ શરૂ થઈ પાંચ વર્ષે તે પુરો થઈ જાય છે. વિકાસ જેટલો વધુ તેટલું બાળક વધુ બુધ્ધિશાળી બંને છે. આ પાંચ વર્ષ દરમ્યાન મગજના કોષોને જેટલું વધુ પોષણ મળે તેટલાં તે વધુ વિકસે છે. જે કોષોને પોષણ ન મળે તે અવિકસિત રહે છે. એટલે કે, મગજમાં જેટલાં વધુ વિકસિત કોષો તેટલી બૃધ્ધિ વધું.

આ કોષોને વિકસિત કરવાનો ઉપાય છે. પ્રોટીન પદાર્થો માટે જે બાળકોને પ્રથમ પાંચ વર્ષ દરમ્યાન સારા પ્રમાણમાં પ્રોટીન આપવામાં આવે તે વધુ બુધ્ધિશાળી બને છે એ પુર્ણ રીતે સાબિત થઈ ગયેલી હક્કિત છે. નિષ્ણાંતોનો એવો મત પણ છે કે, પ્રોટીન આપવા બાબત પ્રથમ પાંચ વર્ષ કાળજી લીધી ન હોય અને ત્યાર પછી જો પ્રોટીનવાળો ખોરાક વધુ આપવામાં આવે તો બુધ્ધિ તો મંદ જ રહે છે. અલબત્‌ તેનું શરીર સશક્ત જરૂર થાય છે.

પ્રોટીન એટલે કે નત્રલ પદાર્થો કયા કયા ખોરાકમાંથી મળે છે ? શાકાહારીઓ માટે દુધ અને કઠોળ એ મુખ્ય છે. જયારે માંસાહારી માટે માંસ, માછલી, ઈડા મુખ્ય છે.

માતાના દુધમાંથી પ્રોટીન ઘણું મળી રહે છે. એટલે સ્તનપાન ઘણું અગત્યનું છે. પરંતુ સાથોસાથ એ વાતનો પણ ખ્યાલ આપવો જરૂરી છે કે, પાંચ-છ મહિના પછી માતાના ધાવણમાં પુરતુ પોષણ તથા પ્રોટીન તત્વો ઓછા હોય છે. માટે પાંચ-છ મહિના બાળકને થોડુ-થોડું ઉપરનું દુધ આપવાનું શરૂ કરવું જરૂરી છે. દર મહિને આ રીતે ઉપરનું દુધ વધારતાજવું જોઈએ. બાળક લગભગ એક વર્ષનું થાય ત્યાં સુધીમાં માતાનું દુધ આપવાનું (સ્તનપાન) બંધ કરવું જોઈએ. તેવો ઘણાં નિષ્ણાંતોનો મત છે. શાકાહારીઓ માટે દુધ અને કઠોળમાંથી પ્રોટીન પુષ્કળ મળે છે. પરંતુ એ સિવાય અનાજ, શીંગદાણા વગેરેમાં પણ પ્રોટીન હોય છે. મગફળીમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. માટે ખોરાકમાં દુધ, કઠોળ, નાસ્તામાં મગફળી, ધણા, શીંગદાણા વગેરે આપવા.

એક ભ્રામણ માન્યતા એવી છે કે, સેપરેટ દુધ (મલાઈ કાઢેલું) પોષણ માટે નકામું છે. આ માન્યતા ખોટી છે.ચ રબી કાઢી લીધેલા દુધમાં પ્રોટીન પુરતાં પ્રમાણમાં હોય છે. માટે પ્રોટીન માટે સપરેટ દુધ પણ લઈ શકાય.

કેન્સરથી બચવાં શું લેવું શું ના લેવું?

કેન્સર થવાના ઘણા કારણો છે પરંતુ અટકાવી શકાય તેવા ઉપાયો પણ છે જે હેલ્થ એકશન  નામના તબીબી બુલેટીનના આધારે ખુબ સંક્ષીપ્તમાં રજુ કર્યા છે. ત્યાગો : તમાકુ, ધુમ્રપાન (કોઈપણ સ્વરૂપે), દારૂ, કૃત્રિમ રસાયણો, જંતુનાશક દવાઓ, ખારૂં પાણી, ક્ષ કિરણો (એકસ-રે)નો વધુ પડતો ઉપયોગ, જલદ સુર્યતાપમાં વધુ રહેવું, બંધીયાર જગામાં વધુ રહેવું, પ્રાણીજન્ય ચરબીત થા લાલ માંસનો વધુ પડતો ઉપયોગ.

અપનાવો :- લીલા શાકભાજી, ફળો, આખા ધાન્ય, રેસાયુકત આહાર, પીળી અનેક ેસરી છાલવાળા ફળો, કેસરી છાલવાળા શાક, ટમેટાં, સોયાબીન, બેરીઝ, ખાટા પ્રવાહી ફળો, દાણાવાળ શાક, હળદર, લસણ, કોબી, ફલાવર, લીલીપત્તીવાળી ચા, તથા દ્રાક્ષ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપ્રકૃતિનું પ્રસન્ન સ્વરૂપ…