શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદમાતાજીની નિશ્રામાં સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન દ્વિતિય મહાયાગ યોજાશે. અહિં સંતો, મહંતો, વિદ્વાનોે પણ જોડાશે. શ્રાવણ સુદ-૧ ગુરૂવાર તા.૧થી એકાદશ દિવસીય મહારૂદ્રયાગ પ્રારંભ થશે. પૂર્ણાહૂતિ શ્રાવણ સુદ-૧૧ રવિવાર તા.૧૧ સાંજે થશે. તા.૧૨થી સપ્ત દિવસીય મહાકાલ ભૈરવ યાગ પ્રારંભ થશે. પૂર્ણાહૂતિ શ્રાવણ વદ-૩ રવિવાર તા.૧૮ સાંજે થશે. સોમવાર તા.૧૯ એક દિવસીય દુર્ગાયાગ યોજાશે. પ્રારંભ સવારે અને પૂર્ણાહૂતિ સાંજે થશે. મંગળવાર તા.૨૦થી દ્વિતિય એકાદશ દિવસીય મહારૂદ્રયાગ પ્રારંભ થશે. પૂર્ણાહૂતિ શ્રાવણ વદ-૩૦ અમાસ શુક્રવાર તા.૩૦ સાંજે થશે. વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં આ વિવિધ યજ્ઞો સાથે રક્તદાન, દંતયજ્ઞ, નેત્રયજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. વાસ્તુશાસ્ત્ર અને વેદ પરંપરા આધારિત આ યજ્ઞોમાં યજ્ઞશાળામાં નિર્દેશક શાસ્ત્રી પરમેશ્વરી પ્રસાદ ત્રંબકલાલ રહ્યા છે. આચાર્યપદે શાસ્ત્રી અનંતભાઇ ઠાકર અને ઉપાચાર્યપદે શાસ્ત્રી તુષારભાઇ ઠાકર રહેશે. યજ્ઞ સંકલનમાં ઠાડચ ધુણાગાદીપતિ રાજુગીરી ગોસ્વામી તથા નંદલાલભાઇ જાની રહ્યા છે. આ મહાયાગ પ્રસંગે અહીં સંતો, મહંતો, વિદ્વાનો વગેરેનો લાભ મળનાર છે. આયોજન સેવામાં આશ્રમ પરિવાર અને સમસ્ત જાળિયા ગામ દ્વારા તડામાર તૈયારીઓ થઇ છે.