બરવાળા તાલુકાના વાઢેળા ગામની પ્રાથમિક શાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા શાળાના કોમ્પ્યુટર બળીને ખાખ થઇ ગયા હતા આ બનાવથી હજારો રૂપિયાનું નુકશાન શાળાને થવા પામ્યું હતું જયારે હવે શાળામાં કોમ્પ્યુટર બળી જવાથી શાળાન વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું શિક્ષણ મળશે કે કેમ તે અંગે સવાલો ઉઠવા પામ્યા છે. આ બનાવ અંગે વાઢેળા ગામમાંથી મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વાઢેળા ગામની પ્રાથમિક શાળામાં તા.૨૯-૦૭-૨૦૧૯ ના રોજ રાત્રીના અરસામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા શાળાના ૪ મોનીટર તેમજ ૨ કોમ્પ્યુટર સેટ બળીને ખાખ થઇ ગયા હતા જયારે શાળાને આ બનાવથી હજારોનું નુકશાન થવા પામ્યુ હતું ગતરાત્રીના અરસામાં સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસયો હતો જેના કારણે શાળાના વીજવાયરમાં ભેજ અને વીજવાયરો ભેગા થવાના કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું ગ્રામજનો તેમજ શાળા પરિવાર દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વાઢેલા પ્રાથમિક શાળાને સરકાર દ્વારા ૧૧ કોમ્પ્યુટર ફાળવવામાં આવ્યા હતા જે પૈકી ૪ મોનીટર તેમજ ૨ કોમ્પ્યુટર સેટ આ બનાવમાં બળીને ખાખ થઇ ગયા હતા જયારે અન્ય કોમ્પ્યુટરને નાનું મોટું નુકશાન થવા પામ્યું હતું.તા.૩૦-૦૭-૨૦૧૯ ના રોજ શાળા ખુલતા સમગ્ર બનાવની જાણ થવા પામી હતી શાળાના ઓરડા ખોલતા જ ઓરડામાંથી આગના ધુમાડા બહાર નીકળ્યા હતા જયારે થોડી આગ ચાલુ હતી તેના ઉપર પાણીનો મારો ચલાવતા આગ ઓલવાઈ ગઈ હતી જોકે શાળા બંધ હતી અને આગ લાગવાથી કોમ્પ્યુટરનું નુકશાની સિવાય અન્ય કોઈ જાનહાની થવા પામી નહોતી.