મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે રોપા વિતરણ કરાયા

690

મંત્રી વિભાવરીબેન દવે દ્વારા ભાવનગરના શિવાજી સર્કલ ખાતે જાહેર જનતામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતી લાવવાં રોપ વિતરણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.માર્ગ પરથી પસાર થતાં અંદાજે ૨૦૦ થી ૨૫૦ શહેરીજનો ને મંત્રીએ  સ્વહસ્તે છોડ એનાયત કર્યા હતા.ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રોપ વિતરણ કરતાં પર્યાવરણ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.જેના દ્વારા શહેરમાં આશરે ૩,૦૦૦ રોપનું વિતરણ કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા શહેરીજનોને પોતાના ફળીયામાં,બગીચામાં તેમજ ખુલ્લી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરાઇ હતી.તેમજ વૃક્ષો કઈ રીતે પર્યાવરણ માટે ફાયદાકારક અને પર્યાવરણના સાચા મિત્રો છે તેની ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી

Previous articleબરવાળાની વાઢેળા પ્રા. શાળાના કોમ્પ્યુટર આગમાં બળીને ખાખ
Next articleભાજપનું ‘સદસ્યતા અભિયાન’, રાજ્યમાં નવા ૫૦ લાખ સભ્યોને જોડવાનો ટાર્ગેટ