ભારતીય રિઝર્વ બેંક સંચાલિત નાણાંકિય સાક્ષરતા પરામર્શ કેન્દ્ર અમદાવાદ, એન.એસ.એસ. યુનિટ, કલબ અને એસપીસી નાં સંયુક્ત ઉપક્રમે ગુરૂકુળ વિવિધલક્ષી હાઇસ્કુલ – સોનગઢના વિદ્યાર્થીઓને બેંક અને તેની સાથેના વ્યવહારો વિશેની ખૂબ મહત્વની માહિતી જેવી કે એકાઉન્ટના પ્રકાર, ચેક, અને ડ્રાફ્ટની માહિતી તેમજ બેંકને લગતા વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોની પ્રશ્નોત્તરી સાથે પ્રોત્સાહક ઇનામ દ્વારા માર્ગદર્શન બેંક કાઉન્સેલર જે.જે.ઓઝા, મુકેશભાઇ મોદી, કિર્તિદેવભાઇ પંડ્યા, શ્યામ નિવાસે આપેલ, તેમજ શાળાને રમત ગમતના સાધનોની કિટ અર્પણ કરેલ. શાળાના આચાર્ય વાઘજીભાઇ કરમટીયા અને એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર પીઠાભાઇ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. જ્યારે કાર્યક્રમનું આયોજન અને આભારવિધી ડી.બી.શુક્લએ કરેલ.