એલ.ડી.આર.પી કોલેજખાતે વિશ્વ ઓઝોન દિનની ઉજવણી કરાઇ

859
gandhi1792017-2.jpg

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર અને કલાઇમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિશ્વ ઓઝોન દિનની ઉજવણી એલ.ડી.આર.પી કોલેજા, સેકટર-૧૫, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. 
આ કાર્યક્રમને ગુડાના ચેરમેન આશિષભાઇ દવે, જેડાના ચેરમેન ઇશ્વરભાઇ એમ. ભાવસારના હસ્તે દીપ પ્રાગાટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેડાના નિયામક જે.ટી.અખાણી, કલાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત સચિવ મુકેશ શાહ, નિવૃત્ત આઇ.એફ.એસ અધિકારી ભરત પાઠક, જી.પી.સી.બીના પૂર્વ પી.આર.ઓ નરેશ ઠાકર, નિસર્ગ સાયન્સ સેન્ટરના ર્ડા. અનિલ પટેલ, એલ.ડી.આર.પી કોલેજના આચાર્ય ગાર્ગી રાજપરા ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleત્રીજા વિકલ્પના બોર્ડ પાછળનું ભેજું કોણ ? રાજકીય અટકળો તેજ
Next articleવેરાવળ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઇ જાગૃતિ રેલી યોજાઇ