રાજુલા ન.પાં. પંજો ફરિવળ્યો

841
guj20222018-2.jpg

રાજુલાની ધારાસભાની સીટ કબ્જે કર્યા બાદ અંબરીષભાઈ ડેરે રાજુલા નગર પાલીકાના ૨૮ ઉમેદવારોને જાહેરમાં સોગંદ લેવરાવ્યાનો પડઘો રાજુલાની જનતાએ ભાજપના વિકાસ સાથે ભ્રષ્ટાચારનો જવાબ આવ્યો ૨૮માં ૨૭ સીટ કબ્જે કરતી કોંગ્રેસ ધારાસભ્ય અંબરીષભાઈ ડેરે રાજુલા નગરપાલિાકની ચૂંટણીમાં ૨૮ ઉમેદવારોને માર્કેટ યાર્ડમાં જંગી જાહેરસભામાં સોગંધ લેવરાવેલ કે હું નગરપાલિકાનો એક પણ રૂપિયો ખાઈશ નહી અને ખાવા પણ દઈશ નહી માત્ર રાજુલા શહેરના વિકાસ અને જનતાની સેવા ખાતર જ હું રાજુલા નગરપાલીકામાં જનતાની સેવા કરવા જ ઉભો રહે છે તેનો જવાબ જનતાએ ઠેકી ઠેકીને ઈવીએમ છલકાવી દીધા માત્ર ભાજપ શહેર પ્રમુખ સમખાવા ૧ સીટ મેળવી બાકી ભાજપના સુપડા સાફ થવાથી ભાજપના કહેવાતા આગેવાનોએ જટકો લાગી ગયો છે જેમા સામે કોંગ્રેસની વિજેતા ઉમેદવારો આ પ્રમાણે છે કુલ વોર્ડ (૭) ૧ વોર્ડમાં ૪ ઉમેદવાર જેમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર (૧) જરીના બહેન રસુલભાઈ (૨) ઉનાગર વિમળીબહેન ગીરધરભાઈ (૩) ઈમ્તીયાઝ હાજીભાઈ (૪) રાહુલભાઈ ધાખડા, વોર્ડ નં.(૨) (૧) વાણીયા બાઘુબેન બાલાબાઈ (૨) જીંજાળા લાભુબહેન રાઘવભાઈ (૩) કાતરીયા રમેશભાઈ બાબુભાઈ (૪) ધાખડા દિપેનભાઈ વલ્કુભાઈ, વોર્ડ નં.(૩) (૧) કુરેશી સાબેરાબહેન રમઝાનભાઈ (૨) ચાવડાગોર રંજનબેન વજેસંગભાઈ (૩) જાલોંધરા રજનીભાઈ બાબુભાઈ (૪) રંજોલીયા પ્રદીપભાઈ શંભુભાઈ, વોર્ડ નં.(૪) (૧) જાંખરા જલ્પાબહેન રાજેશભાઈ (૨) લાખાણી શાહીનબાનુ શઈરાજઅલ્લી (૩) વાઘ હર્ષદભાઈ શામજીભાઈ (૪) ધાખડા છત્રજીતભાઈ રામકુભાઈ, વોર્ડ નં.(૫) (૧) દેવ ચંદ્રિકાબેન રમેશભાઈ (૨) પુષ્પાબહેન મગનભાઈ પરમાર (૩) વાઘ ઘનશ્યામભાઈ ભગવાનભાઈ (૪) દવે જ્યોતિબહેન મયુરભાઈ એક માત્ર ભાજપ સીટ પર વિજેતા વોર્ડ નં.(૬) (૧) વાઘેલા મીનાબહેન પ્રવિણભાઈ (૨) જોષી વીણાબહેન અમિતભાઈ (૩) સાવલીયા ભરતભાઈ માવજીભાઈ (૪) લાખાણોત્રા ઘનશ્યામભાઈ ભોળાભાઈ અને વોર્ડ નં.(૭) (૧) ધાખડા કાંન્તાબહેન કીશોરભાઈ (૨) જોરૂકા સમીનબાનું જાહીદભાઈ (૩) ધાખડા કનુભાઈ સાદુળભાઈ (૪) ટાંક મહેશભાઈ ટપુભાઈ સહિત (૭) ૭ વોર્ડમાં કપાય (૧) સમખાવા ભાજપ પ્રમુખ મયુરભાઈને આપી બાકી સમગ્ર નગરપાલીકા પર કબ્જો જમાવતી કોંગ્રેસ બીજી યાદી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાભાઈ બારે અગાઉ ત્રણ દિવસ પહેલા એવુ સનસનાટી ભર્યુ નિવેદન આપ્યું હતું કે જો નગરપાલીકા રાજુલાની કોંગ્રેસ ન જીતે તો હું મારૂ કોંગ્રેસ પ્રમુખપદેથી તેમજ મારી મુંછ મુંડાવી નાખીશ તે પંકજભાઈની ઈજ્જત ન જવા દેવા પણ જનતાએ ઠેકી ઠેકીને ઈવીએમ છલકાવી દીધા તો બીજી તરફ નગરપાલિકા ચેરમેન દિલીપભાઈ જોષીના નિવેદનમા આ વખતે જ નગર પાલિકાના વોર્ડના સિમાંકન ફરી જવાથી મતદારો ખુબજ અટવાયા જે મતદાન માત્ર નહીવત થવાથી ભાજપની હાર થઈ છે ત્યારે ભાજપ જીલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણના નિવેદનમાં કહેલ કે રાજુલાનો વિકાસ ૧૦૦ ટકા થયોછે પણ વિકાસમાં જ ઉંડા ઉતરીયે તો વિકાસમનાં રોષ જોવા જાહેરમાં ન મળ્યો પણ ઈવીએમમાં દેખાયો જે તેની માટે અમો જનતા વચ્ચે હતા અને સાથે રહી હજી અમો જનતા વચ્ચે જઈશું અને આવનાર ૨૦૧૯માં તેનો જવાબ અપાવીશું અને હીરાભાઈ સોલંકીના નિવેદનમાં કહેલ કે જનતા સાથે અમારી કઈ પણ ક્ષતી રહી હોય નહીતર આ જનતાએ મને ભાજપને ઠેકી ઠેકીને મતોની પેટીયુ છલકાવી છે તે વખતે ન હિન્દુ ન મુસ્લીમ બધાએ મને ખુબ હુફ આપી છે અને અમારા પક્ષના કોઈ કાર્યકર્તાની થતી ભુલ સુધારવાની તક આપી છે અને જનતાનો ચુકાદો શીરોમાન્ય છે  બાબુભાઈ રામભાઈ રામ કહે છે કે લોકો કોંગેસ તરફ ઢળ્યા છે અને તેને પારદર્શક વહીવટી અને વિકાસ કોંગ્રેસમાં દેખાય તેવા ભરોસે જીત થઈ છે.

Previous articleઅલ્ટ્રાટેકના નવ નિયુકત હેડ ગોપીકા પ્રસાદનું ભવ્ય સન્માન
Next articleશિષ્યવૃત્તિ પરીક્ષામાં ફરિયાદકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ