હાઇ-વે નજીકનાં ગામોમાં ભરાયેલા પાણીનો તંત્ર દ્વારા નિકાલ

615

સમગ્ર ગુજરાતભરની સાથો સાથ સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીનાં પગલે ગત રાત્રીનાં પડેલા ભારે વરસાદનાં પગલે નારી ચોકડીથી અધેલાઇ હાઇ-વે પરનાં કેટલાક ગામોમાં પાણી ભરાયા હતા. અને ચેકડેમો છલકાયા હતા. જેમાં તંત્ર દ્વારા આજે કામગીરી કરીને ગામોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ગતરાત્રીનાં સમયે વલ્લભીપુર, ઉમરાળા, સહિત પંથકમાં ભારે વરસાદ પડવાનાં કારણે નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાવા સાથે આસપાસનાં ગામો તેમજ નારી ચોકડીથી અધેલાઇ જવાના હાઇ-વે પરનાં ગામો સવાઇનગર, દેવળીયા, પાળીયાદ, માઢીયામાં પાણી ફરી વળ્યા હતા. અને ગામો બેટમાં ફેરવાયા હતા. અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે જિલ્લા કલેકટરનાં આદેશથી આજે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી નેશનલ હાઇ-વે ઓથોરીટીની ટીમ સહિત આ તમામ ગામોમાં મશીનો મુકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ બ્રીજ, નાળા વહેતા કરાયા હતા. અને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આવા ગામોમાં ચોમાસા, દરમ્યાન સતત કાર્યરત રહેવા તમામ વિભાગનાં અધિકારીઓને કલેકટર દ્વારા તાકીદ કરવામાં આવેલ.

Previous articleતળાજા તાલુકાના જુના રાજપરા ગામે વહેલી સવારે દિપડો પાજરે પુરાણો
Next articleકોકા કોલામાં સની લિયોન ડીગ્લેમ લુકમાં નજરે પડશે