રિતિક રોશન સુપર ૩૦ બાદ વધુ વ્યસ્ત

540

બોલિવુડ સ્ટાર રિતિક રોશન હવે કૃષ-૪ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ અંગેની જાહેરાત રિતિક રોશન દ્વારા પોતે કરવામાં આવી છે. તે પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં દેખાશે. સુપર-૩૦ને બોક્સ ઓફિસ પર સફળતા મળ્યા બાદ તે આશાવાદી બનેલો છે. તેની પાસે કેટલીક નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. કૃષ-૪માં અભિનેત્રી કોણ રહેશે તેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

હાલમાં ગણિત નિષ્ણાંત આનંદ કુમારની લાઇફ પરની ફિલ્મમાં તે નજરે પડ્યો હતો. હવે ટાઇગર શ્રોફ અને વાણી કપુર અભિનિત એક ફિલ્મનુ શુટિંગ પણ કરનાર છે. આ ફિલ્મનુ નામ  ધ વોર રાખવામાં આવ્યુ છે.

આ ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ રહેશે. ટાઇગર શ્રોફ રિતિક રોશનના મોટા ચાહક તરીકે છે અને હવે તેને રિતિક રોશન સાથે કામ કરવાની તક મળી ગઇ છે. હાલના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બે ફિલ્મો બાદ રિતિક રોશન બીજા નવા પ્રોેજેક્ટ પર કામ કરનાર છે. જેમાં પ્રથમ ફિલ્મ નિર્દેશક રાજકુમાર ગુપ્તાની સ્પાઇ થ્રીલર ફિલ્મ છે. જે એક રો એજન્ટની વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે અર્જુન કપુર પણ કામ કરનાર છે.

અત્રે નોંધનીય છે કે રાજકુમારની છેલ્લી ફિલ્મ રેડ હતી. જે ફિલ્મની ચાહકો અને ટિકાકારો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત રિતિક રોશન બીજા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો છે. જેમાં વરૂણ ધવનના ભાઇ રોહિત ધવન કામ કરશે. અત્રે નોંધનીય છે કે રોહિતે  અગાઉ અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ અભિનિત ફિલ્મ દેશી બોયજનુ નિર્દેશન કર્યુ હતુ.

આ ઉપરાંત તે કૃષ-૪ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. રાકેશ રોશનની ફિલ્મ કૃષ-૪ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સુપર ૩૦ હાલમાં રજૂ કરવામાં આવી હતી.

Previous articleઅક્ષય એક પછી એક ફિલ્મ હાલ સાઇન કરે છે
Next articleમુંબઈ ઇન્ડિયન્સે મયંકને સ્થાને દિલ્હી કેપિટલ્સનાં રઘરફોર્ડનો ટીમમાં સમાવેશ કર્યો