નોટબંધી પછી ભારતમાં મોટી સંખ્યામાં કંપનીઓ બંધ થઈ રહી છે. બંધ થનારી કંપનીઓની યાદીમાં સૌથી વધારે શેલ કંપનીઓ સામેલ છે. નોંધનીય છે કે મે, ૨૦૧૯માં ભારતમાં નોંધાયેલી ૬ લાખ ૮૦ હજારથી વધારે કંપનીઓ બંધ થઈ ચુકી છે. બંધ થનારી કંપનીઓની સંખ્યા કુલ દેશમાં નોંધાયેલી કંપનીઓની સંખ્યાની ૩૬% છે. સરકારી ડેટા પ્રમાણે દેશમાં આશરે ૧.૯ મિલિયન કંપનીઓ નોંધાયેલી છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સે (સ્ઝ્રછ) સંસદમાં આપી છે. હકીકતમાં સરકારે સતત બેથી વધારે નાણાકીય વર્ષ સુધી રિટર્ન ફાઇલ ન કરતી કંપનીઓને શોધીને તેને બંધ કરવા માટે એક અભિયાન ચલાવ્યું હતું. એટલે કે જે કંપનીએ બે વર્ષના રિટર્ન ફાઇલ ન કર્યા હોય, તેમજ નાણાકીય સ્ટેટમેન્ટ ન આપ્યું હોય તેને બંધ માની લેવામાં આવે છે. સરકાર આવી કંપનીઓની ઓળખ કરીને તેને કંપની એક્ટ ૨૦૧૩ની કલમ ૨૪૮ (૧) અંતર્ગત આવતા નિયમોને આધિન તેની નોંધણી રદ કરી દે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં આમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો હતો. નાણા મંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં આપેલી માહિતી પ્રમાણે દેશમાં નોંધાયેલી કંપનીઓ બંધ થવાના કેસમાં દિલ્હી અને મહારાષ્ટ્ર મોખરે છે. દિલ્હીમાં ૧,૪૨,૪૨૫ કંપની બંધ થઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં ૧,૨૫,૯૩૭ કંપનીઓ બંધ થઈ છે. કુલ બંધ થયેલી કંપનીઓમાં દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળનીઅડધી કંપનીઓ સામેલ છે. એમસીએ તરફથી વર્ષ ૨૦૧૭-૧૮માં આશરે, ૨.૨૦ લાખ કંપનીઓને નોંધણીની યાદીમાંથી હટાવવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં ૧,૧૦,૦૦૦ કંપનીઓને આ યાદીમાંથી હટાવવામાં આવી હતી.