સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ અનેપક્ષિત નિર્ણય લીધો છે. તેમણે સીબીઆઇને અલ્હાબાદ હાઇકોર્ટના જ્જ એન. શુકલા વિરુધ્ધ સ્મ્મ્જી પાઠ્યક્રમમાં એડમિશન માટે કથિત રીતે ખાનગી મેડિકલ કોલેજોના પક્ષ લેવાનો આરોપમાં ભ્રષ્ટાચાર નિરોધી કાનૂન હેઠળ મામલે કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ઇતિહાસમાં પ્રથમ વખત છે કે જ્યારે કોઇ કાર્યરત જજ વિરુદ્ધ સીબીઆઇ તપાસ કરશે. જેના કારણે ૩૦ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના ૨૫ જૂલાઇ, ૧૯૯૧ના રોજ કોઇપણ તપાસ એજન્સીને સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના કોઇપણ જજ વિરુધ્ધ એફઆઈઆર દાખલ કરવા પર રોકી દેવામાં આવ્યાં હતા અને જણાવવામાં આવ્યું હતું કે તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને મામલા સાથે જોડાયેલા પુરાવા બતાવ્યા વિના કોઇપણ સીટીંગ જજ વિરુધ્ધએફઆઈઆરદાખલ કરવાની મંજૂરી આપવામાં આવશે. ૧૯૯૧ પહેલા કોઇપણ તપાસ એજન્સીએ કોર્ટના સિટિંગ જજ વિરુધ્ધ તપાસ કરી નહીં.
આ પ્રથમ વખત છે કે જ્યારે ચીફ જસ્ટિસે સિટિંગ જજ વિરુધ્ધ તપાસ એજન્સીને એફઆઈઆર દાખલ કરવાની મંજૂરી આપી છે. સીબીઆઇ જલ્દી જજ શુકલા વિરુધ્ધ કેસ દાખલ કરશે. એવુ માનવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચાર નિરોધી અધિનિયમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇને પત્ર લખીને આ મામલે તપાસ કરવાની મંજૂરી માગી હતી. સીબીઆઇના નિદેશકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્રમાં લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, લખનઉ પીઠ, હાઇકોર્ટના જજ નારાયણ શુકલા અને અન્ય વિરુધ્ધ સીબીઆઇ તત્કાલીન સીજેઆઇ દીપક મિશ્રાની સલાહ પર ત્યારે પ્રારંભિક તપાસ દાખલ કરી હતી.
જ્યારે જજ શુકલાના કથિત ગેરવર્તન મામલાને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. ગત મહીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જજ શુકલાને હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ લાવવા જણાવ્યું હતું. ૧૯ મહિના પહેલા પૂર્વ ચીફ જસ્ટીશ દિપક મિશ્રાએ પણ આવી જ ભલામણ કરી હતી. જ્યારે એક આંતરીક સમિતિએ જસ્ટીશ શુકલાને દોષિત ગણ્યા હતા. આ મામલો ૨૦૧૭માં બહાર આવ્યો હતો.