શ્રાવણ માસને લઇ ખાસ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રાવણ માસના ૪ સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી અને અમાસના ૭ દિવસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે. જ્યારે આ સિવાયના દિવસોમાં મંદિર સવારે ૫ઃ૩૦ કલાકે ખુલ્સે અને રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે.
દેવોના દેવ મહાદેવ એવા ભોળાનાથની પૂજા અર્ચના અને આરાધના કરવા માટે ખાસ ગણતો મહિનો એટલે શ્રાવણ માસ. ત્યારે આજે ગુરૂવારથી શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. જેને લઇને શિવ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજથી શરૂ થઇ રહેલા શ્રાવણ માસને લઇ ખાસ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.શ્રાવણ માસના ૪ સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી અને અમાસ સહિતના ૭ દિવસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન માટે મંદિર પરિસર સવારે ૪ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૧ વાગ્યે બંધ કરવામાં આવશે. જ્યારે આ સિવાયના દિવસોમાં ભગવાન ભોળાનાથના દર્શન માટે મંદિર પરિસર સવારે ૫ઃ૩૦ કલાકે ખુલ્સે અને રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે.