બાજરડામાં ઉપરવાસના વરસાદને કારણે ઢાળીયામાં પાણી ભરાયા

493

ધંધુકા તાલુકાના બાડરડા ગામમાં ઉપરવાસમાં સારો વરસાદ નોંધાતા અહીં ગામમાં પ્રવેશવાના બીજા ઢીળીયામાં પાણીનો ભરાવો થતા લોકોને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ઓસરતા જ ફરી વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

ધંધુકા તાલુકાનાં બાજરડા ગામે આવેલા ઢાળીયામાં ઉપરવાસનો વરસાદ તથા બાજરડા ગામે વરસેલા વરસાદને કારણે નવા નીરની આવક થઇ હતી. ખાસ કરીને અડવાળથી બાજરડા જતા માર્ગ પર આવતા ઢાળીયામાં વરસાદી પાણીનો ભરાવો થતા અહીંનો વાહન વ્યવહાર બાધિત બન્યો હતો. પાણીના પ્રચંડ વહેણ વહેતા લોકો પોતાના વાહનો સાથે આ કિનારે અને સામે કિનારે પાણી ઓસરવાની રાહ જોતા નજરે પડ્યા હતા. કલાકો બાદ પાણી ઓસરતા છકડાઓ દ્વારા ગ્રામજનો એક તરકથી બીજા તરફ અવર જવર કરવા મજબુર બન્યા હતા. જો કે થોડા કલાકો બાદ પાણી સાવ ઓસરી જતા ફરી વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો. અને ગ્રામજનોએ હાશકારો લીધો હતો.

Previous articleવડોદરામાં આભ ફાટ્યુંઃ ૬ કલાકમાં ૧૮ ઇંચ
Next articleસાવરકુંડલામાં બારોટ સમાજની વાડીનું ટૂંકમાં લોકાર્પણ થશે