દામનગર શહેર ની સવાણી પ્રાથમિક શાળા નં ૨ માં ધોરણ છ સાત ને આઠ ના વિદ્યાર્થી ની શાળા સાંસદ ની ચૂંટણી યોજાય સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી સમાંતર શાળા સાંસદ ની ચૂંટણી માં સાત વિદ્યાર્થી ઓ એ ઉમેદવારી કરી ચૂંટણી ઢંઢેરા થી લઈ પ્રચાર સભા ઇવીએમ વિવીપેટ ઉમેદવારી પત્રો રજૂ કરવા પરત ખેંચવા ચૂંટણી હિસાબો ઓબઝર્વેશન સમક્ષ રજુ કરવ મુખ્ય ચૂંટણી અધિકારી ઝોનલ ઓફિસર પીસાઈડીગ ઓફિસર મતદાન મથક મતદાન ગણતરી કેન્દ્ર પોલિસ બંદોબસ્ત ચૂંટણી એજન્ટ મતદાર યાદી મત કુટીર સહિત ની ચૂંટણી તંત્ર સમાંતર જ શાળા સાંસદ ની ચૂંટણી માં ધોરણ છ સાત ને ધોરણ આઠ ના ૨૧૦ વિદ્યાર્થી ઓ વચ્ચે સવાણી પ્રાથમિક શાળા નં૨ માં ચૂંટણી યોજાય હતી શિક્ષક મહેશભાઈ ચૌહાણ શિક્ષક જાની શિક્ષક કાકડીયા શાળા ના તમામ શિક્ષકો આચાર્ય સહિત સામાજિક અગ્રણી સંજયભાઈ તન્ના ઘનશ્યામભાઈ પરમાર નટુભાઈ ભાતિયા સહિત અનેકો એ શાળા સાંસદ ની ચૂંટણી માં હાજરી આપી હતી શાળા ના વિદ્યાર્થી ઓ માં લોકશાહી શાસન વ્યવસ્થા ઓ થી અવગત થાય તેવા સુંદર ઉદેશ સાથે ચૂંટણી તંત્ર સમાંતર જ દરેક વ્યવસ્થા ઓ દ્વારા વિદ્યાર્થી ઓ એ શાળા સાંસદ ની ચૂંટણી યોજી હતી ચૂંટણી પરિણામ ની જાહેર થતા વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માની અભિવાદન કર્યું અને સારા વહીવટ ની વચન બદ્ધ ફરજ બજાવવા ની ખાત્રી સાથે પ્રધાન મંડળ ની રચના કરી સુંદર શાસન વ્યવસ્થા આપવા પ્રતિજ્ઞા લેવાય હતી.