આવતીકાલ તા.૦૨-૦૮-૧૯ શિવમહાપૂજાથી આરંભ થતા શ્રાવણ માસનો શુક્લ પક્ષ તા.૧૫-૦૮-૧૯ નાં રોજ શ્રાવણ સુદ-૧૫ પૂર્ણિમાનો દિવસે પૂર્ણ થશે.
દિન વિશેષતાની દ્દષ્ટિએ જોઇએ તો તા.૦૨ શિવમહાપૂજા પ્રારંભ, જીવંતિકા પૂજન, મહાલક્ષ્મી સ્થાપન-પૂજન, તા.૦૩ મુસ્લિમ જિલ્હેજ (૧૨) પ્રારંભ, તા.૪ વિનાયક ચતુર્થી, જાગ્રતગૌરી પંચમી (ઓરિસ્સા), તા.૫ આજે શિવપૂજા ચોખાથી નાગપંચમી, શુક્લ-યજુર્વેદીય હિરણ્યકેશી શ્રાવણી, તા.૦૬ મંગળાગૌરી પૂજા, રાંધણછઠ, તા.૭ શીતળા સાતમ, ગોસ્વામી તુલસીદાસ જયંતિ, તા.૮ બૃહસ્પતિપૂજન, દુર્ગાષ્ટમી, તા.૯ જીવંતિકા પૂજન, પુત્રદા એકાદશી, પવિત્રા એકાદશી, (પવિત્રા ક.૧૦ મિ.૧૫ પછી ધરવા) તા.૧૨ તલ થી શિવપૂજનનું આજે મહાત્મ્ય, પવિત્રા બારસ, વિષ્ણુ પવિત્રા આરોપણ, બુદ્ધ દ્વાદશી, દામોદર દ્વાદશી, સોમપ્રદોષ, બકરી ઇદ, તા.૧૩ મંગલાગૌરી પૂજન, ભાગ્યવ્રતની પૂજન, શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન, શુક્લ યજુર્વેદીય તૈતરીય શ્રાવણી, બળેવ અમરનાથ યાત્રા, પારસી વોહુંક્ષથ્ર, (ગાથા-૪), ભારતીય સ્વાતંત્ર્ય દિન છે.
આ પક્ષમાં વિછુંડો તા.૦૮-૦૯-૧૯ (ક.૧૫ મિ.૨૮) થી તા.૧૦ (ક.૨૩ મિ.૦૮) સુધી રહેશે. જ્યારે પંચક તા.૧૫ (ક.૧-૨૯) થી તા.૨૦ (ક.૨૨-૨૯) સુધી રહેશે.
સામાન્ય દિનશુદ્ધિની દ્દષ્ટિએ પ્રયાણ મુસાફરી મહત્વની મીટીંગ, ખરીદી, વેચાણ, કોર્ટ કચેરી, દસ્તાવેજી કે તેવા અન્ય નાના મોટા રોજબરોજનાં અગત્યનાં કાર્યો કે મહત્વનાં નિર્ણયો માટે આ પક્ષમાં તા.૦૫-૦૭-૦૯ તથા તા.૧૫ શુભ શ્રેષ્ઠ છે. જ્યારે તા.૦૨-૦૬-૦૮-૧૧-૧૨-૧૩ મધ્યમ પ્રકારનાં તથા તા.૦૩-૦૪-૧૦ તથા ૧૪ અશુભ દિવસો જણાય. હાલ ચાતુર્માસનાં દિવસો દરમ્યાન લગ્ન, ઉપનયન, વાસ્તુ, કળશ અને ખાત માટેના શુભમુહૂર્તો નથી. છેક દિવાળી પછી તા.૨૦ નવેમ્બરથી લગ્નની સિઝનનો પ્રારંભ થશે. ગ્રામજનતા તથા ખેતીવાડીની દ્દષ્ટિએ આ પક્ષમાં હળ જોડવા માટે તા.૦૨-૦૫-૦૭-૧૦-૧૫ શુભ શ્રેષ્ઠ છે. વર્તમાન દિવસોમાં તમામ પ્રકારનાં શાકભાજી, અનાજ, તેલીબીયા, મરચાં, રીંગણા, તથા તમાકુનાં વાવેતરનું વિશેષ મહત્વ છે. વાવણી, રોપણી તથા બીજ વાવવા માટે તા.૦૨-૦૫-૦૭-૧૧-૧૨ શ્રેષ્ઠ હોવાથી તેનો લાભ લેવો. જ્યારે અનાજની કાપણી, લણણી તથા નિંદામણ માટે તા.૦૨-૦૫-૦૭-૧૧-૧૨ તથા ૧૫ શુભ છે. વાલ વેચવા માટે તા.૧૮ તથા થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય અને ભુસો અલગ કરવા માટે તા.૦૨-૧૫ માલની ખરીદી માટે તા.૦૭-૧૫ શુભ શ્રેષ્ઠ હોવાથી આ મુહૂર્તોનો ખાસ લાભ લેવા સૂચન છે.
આ તબક્કો શાપિત યોગ યુક્ત હોવાથી શનિ-રાહુ પરસ્પર દ્દષ્ટિમાં હોઇને ખાસ કરીને આ દિવસોમાં જન્મેલા બાળકો માટે શાપિત યોગનું નિવારણ કરવું. ન સમજાય તો ફોન કરીને માર્ગદર્શન મેળવીને યોગ્ય કરવું. શ્રાવણ માસમાં શિવભક્તિ તથા શિવપૂજનનું વિશેષ મહત્વ હોવાથઈ તેમાં કમસે કમ દિવસમાં એકાદ વાર ૐનમઃસિવાય ની માળા થઇ શકે તો પણ પૂરતું છે.
વર્તમાન ગ્રહમાન જોતાં મેષ, મિથુન, તુલા તથા સિંહના જાતકો માટે આ તબક્કો શ્રેષ્ઠ અને શુભફળદાયક હોવાથી આર્થિક લાભની નવી તકોનો ઉદ્દભવ, ઉન્નતિ, પ્રગતિ, સુખ સંતોષ, મહત્વના કાર્યોમાં સફળતા તથા આનંદ ઉત્સાહ અને સુખદ અનુભૂતિ સૂચવે છે.
કુંભ-ધન-વૃષભ અને કર્ક રાશીની વ્યક્તિઓ માટે આ ગાળો દરેક રીતે મધ્યમ, મિશ્ર પ્રકારનો હોઇને શારિરીક નાદુરસ્તી, વ્યથા, વ્યર્થ વાદવિવાદ તથા વિના કારણ ગેરસમજણો, આક્ષેપોનું વાતાવરણ રહે. મકર-વૃશ્ચિક-મીન તથા કન્યા રાશિ માટે આ તબક્કો કષ્ટકર્તા બની રહે.
મુંઝવતી સમસ્યાઓનાં સમાધાન માટે વાચક ભાઇ બહેનો મોનં.૯૮૯૮૪૦૯૭૧૧ અથવા ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપરસંપર્ક કરી નિરાકરણ મેળવી શકશે.
Home Vanchan Vishesh આવતીકાલથી પ્રારંભ થતા ભક્તિરસથી છલકાતાં શ્રાવણ માસનાં શુક્લ પક્ષનાં પખવાડિયાનાં દિવસોનું સંક્ષિપ્ત...