રાજુલા ખાતે સદ્દશ્યતા અભિયાન અંતર્ગત ભાજપ જિલ્લા પ્રમુખ હિરેનભાઇ હિરપરાના અધ્યક્ષસ્થાને તાલુકા શહેર આગેવાનોની ઉપસ્થિતિમાં અગત્યની બેઠક મળી હતી.
રાજુલા ખાતે આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલ તાલુકા પંચાયતના હોદ્દેદારો જીલુભાઇ બારૈયાના અધ્યક્ષસ્થાને મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના આગેવાનોને સદસ્યતા અભિયાન વિશે માહિતગાર કરાયા હતા. બહોળી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે અરજણભાઇ વાઘ કોળી સમાજના આગેવાન મહામંત્રી ધીરૂભાઇ ગોહિલ, રમેશભાઇ ગુજરીયા, વિનુભાઇ તારપરા, પ્રતાપભાઇ મકવાણા, જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, શુક્લભાઇ બાલદાણિયા, હરસુરભાઇ લાખણોત્રા, ઘનશ્યામભાઇ સાવલિયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.