ખેડુત હાટ પર કાયમી ધોરણે શટર પાડી દેવાયુ

755
bvn2022018-7.jpg

રાજ્ય સરકારની સુચનાને લઈને ભાવનગરમાં દર રવિવારે ખેડુતો ગ્રાહકોને શાકભાજીનું સિધ્ધુ વેચાણ કરી શકે તે માટે દર રવિવારે ‘ખેડુત હાટ’ના નામે શાકભાજી વેચાણ શરૂ કરવામાં આવેલ પરંતુ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોઈપણ યોગ્ય કારણ દર્શાવ્યા વિના આ માર્કેટ બંધ કરાવી દેતા ખેડુતોમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષ ૨૦૧૬ની સાલમાં રાજ્ય સરકારના આદેશથી ગત તા.૨૫-૧૨-૧૬થી મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા સંચાલીત શાળા નં.૨૨ મહિલા કોલેજ સર્કલ પાસે તથા શાળા નં.૪૦ નિર્મળનગર સહિત ૨૧ શાળાઓના પટાંગણમાં દર રવિવારે સવારથી મોડી સાંજ સુધી ખેડુતો ગ્રાહકોને સિધ્ધુ જ બકાલુ વેચી શકે તે હેતુ સર ‘ખેડુત દાટ’નામે બજાર શરૂ કરવા નાયબ બાગાયત વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરેલ જેમાં જગ્યા શાળાની રહેશે તે બાબતનો પરિપત્રમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ કરે પરંતુ શાળા નં.૨૨ મહિલા કોલેજ સર્કલ પાસેની શાળામાં ‘ખેડુત હાટ’કાર્યરત હતી. અને દર રવિવારે મોટી સંખ્યામાં ખેડુતો સસ્તા ભાવે ગ્રાહકોને તાજુ શાકભાજીનું વેચાણ કર્તા પરંતુ એકાદ સપ્તાહ પૂર્વે મહાનગર પાલિકા દ્વારા ખેડુતોને પરોક્ષ રીતે નિર્દેશ કરેલ કે હવે અહિ શાકભાજી વેચાણ માટે આવવુ નહી જે બાબત અંગે કોઈ સ્પષ્ટ કારણ પણ જાહેર કર્યુ ન હતું. પરંતુ તા.૧૮-૨ને રવિવારના રોજ મહા.પાના અધિકારીઓએ ‘ખેડુત હાટ’ખાતે આવી કિસાનોને અત્રેથી ખદેડ્યા હતા અને સ્પષ્ટ પણે જણાવ્યું કે હવે અહિ માર્કેટ ભરવી નહી એ.પી.એમ.સી. અને મહા.પા.દ્વારા આ માર્કેટ કેમ બંધ કરાવી તેનો કોઈ ખુલાસો કર્યા નથી ગરીબોની રોજી એકા એક છીનવી લેવાતા ખેડુતો દ્વારા જિલ્લા કલેકટર ખેતી નિયામક, પ્રાંત અધિકારી મામલતદાર, મેયર, કમિશ્નર સહિતના અધિકારીઓને અરજી પાઠવી આ માર્કેટ શા માટે બંધ કરાવવામાં આવી રહી છે. સહિતની બાબતોનો ખુલાસો માંગ્યો છે.

Previous articleબજેટ ફોર ન્યુ ઈન્ડિયા અંતર્ગત મંત્રી માંડવીયાનું વકતવ્ય યોજાયું
Next articleભાજપ દ્વારા આતશબાજી કરાઈ