રાજુલાના દરિયાકાંઠામાં આવેલ ગામોના જી્‌ બસની સુવિધા નહિં હોવાથી ભારે હાલાકી

446

રાજુલા તાલુકાના અતિ પછાત દરિયાકાંઠાના ગામોમાં એસ.ટી. બસોની સુવિધા નહિં હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. તાકીદે ઘટતા પગલાં ભરવા રજુઆત કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલાના દરિયાકાંઠાના ગામોમાં જેમાં ચાંચખેરા, પટવા, સમઢીયાળા સહિતના ગામો અતિ પછાત છે. અહીં મજુર વર્ગ વસવાટ કરે છે. ચોમાસામાં અહીં લોકો હોય છે અત્યારે ખાસ પરિવહન આ વિસ્તારના લોકો કરતા હોય છે. પણ આ ગામોમાં એસ.ટી. સુવિધા નથી આથી પારાવાર મુશ્કેલી પડી રહી છે.

આ ગામો નેશનલ હાઇવે ૮-ઇ પર આવેલા છે. આથી વાહનોની તેમજ અતિભારે વાહનોની અવર જવર અહીં રહે છે. એસ.ટી. સુવિધા નહિં હોવાથી જોખમી મુસાફરી કરવી પડે છે. આથી અકસ્માતનો પણ મોટો ભય છે.

આ બાબતે તાલુકા પંચાયતના પ્રમુખ માસુમબેન બારૈયા જીલુભાઇ બારૈયા દ્વારા વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ પૂર્વ સંસદીય સવિચ હિરાભાઇ સોલંકી સમક્ષ પત્ર પાઠવી આ ગામોને એસ.ટી. સુવિધા આપવા રજુઆત કરી છે.

Previous articleરાજુલામાં સદસ્યતા અભિયાન નિમિત્તે ભાજપની મળેલી બેઠક
Next articleબરવાળાના ટીંબલા ગામ પાસે લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં ભૂવો પડયો