સિહોર પીપલ્સ કો.ઓ. ક્રેડીટ સોસા.ની સાધારણ સભા યોજાઇ

607

આજ રોજ તા ૨૮/૭/૧૯ રવિવારે શિહોર પીપલ્સ કો ઓપ ક્રેડિટ સોસાયટી ની ૨૩ મી વાર્ષિક સાધારણ સભા સોસાયટી ના પ્રમુખ ભરત મલુકા ના અધ્યક્ષ સ્થાને મળી જેમા ગત વર્ષ ના હિસાબો   તેમજ નફા નુકસાન ના આકડાઓ રજૂ કરેલ અને નફા ની ફાળવણી કરેલ સોસાયટીએ આ વર્ષે ? ૨૭૧૬૧૧/-  નફો કરેલ છે અને ૫% મુજબ ડિવિડન્ડ જાહેર કરેલ આવતા વર્ષો મા સોસાયટીને ૨૫ વર્ષ પૂર્ણ થશે તેની ઉજવણી ની રૂપરેખા અને સોસાયટીની પ્રગતિ માટે   મોટી સંખ્યા માં હાજર સભાસદો સાથે વિચાર વિમર્શ કરેલ આ ચર્ચામા સોસાયટી ના ઉપ પ્રમુખ નંદીનીબેન ભટ્ટ, મેનેજીંગ ડિરેકટર દિનેશભાઇ દુધેલા, તેમજ ડિરેકટરઓ ડી સી રાણા, જોગેશભાઈ પવાર, દિલીપભાઈ શાહ, વીજયભાઈ શુકલ, સ્મિતાબેન મણિયાર તેમજ સોસાયટી ના જાગૃત સભાસદો મા ચીંથરભાઈ પરમાર, અરૂણભાઈ વોરા, અનિલભાઈ ત્રિવેદી વકીલ અને સરકારી ઓડિટર, અશોકભાઈ જાની, વકીલ કમલેશભાઈ રાઠોડ,  આશીશભાઈ પરમાર શ્રીપડીયાસ કેતનભાઈ જાની, દિનેશભાઇ સોલંકી, ીરીશભાઈ વોરા, જનક ત્રિવેદી, રમેશભાઈ હેરડ્રેસર, બાબુભાઇ કાપડી વિગેરેએ ચર્ચામા ભાગ લઈ સૂચનો કરેલ આ સભામા ખાસ ઉપસ્થિતિ ભાવનગર જિલ્લા રોજગાર વિકાસ કો ઓપ ક્રેડિટ સોસાયટી ના પ્રમુખ નાનુભાઈ ડાખરા એ હાજરી આપી અને માર્ગદર્શન કરેલ આ સાધારણ સભા ની સમગ્ર વ્યવસ્થા તથા ચા પાણી નાસ્તા , આઈસ્ક્રીમ ની  સુંદર વ્યવસ્થા સોસાયટીના ઇન્ચાર્જ મેનેજર દર્શનભાઈ મહેતા અને પ્રણવભાઈ એ કરેલ અંત મા પ્રમુખે સર્વે પધારેલ સભાસદો મહેમાનો તેમજ વર્ષ દરમ્યાન સાથ સહકાર આપેલ ડી ઓ તથા સ્ટાફ અને પેનલના વકીલો સિહોર ની દરેક બેન્ક ના મેનેજર તેમજ સ્ટાફ તેમજ સરકારી ઓફિસોના સ્ટાફના આભાર વ્યક્ત કરેલ.

Previous articleબરવાળાના ટીંબલા ગામ પાસે લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં ભૂવો પડયો
Next articleરેવા ગામે વૃક્ષારોપણ કરાયું