બાબરા તાલુકા માં ગોરંભાયેલા વરસાદી વાતાવરણ સાથે સાંજ ના સમયે અઢી કલાક માં ત્રણ ઈચ તાલુકા માં સર્વત્ર વરસાદ થતા ધરતીપુત્રો વેપારી વર્ગ માં ખુશી વ્યાપી છે આજે સવારથી ઠંડા પવન અને આકાશી અંધારપટ રહ્યા બાદ સાંજે ચાર વાગ્યા થી સાડા છ વાગ્યા સુધી માં ત્રણ ઈચ વરસાદી પાણી પડતા સર્વત્ર ખુશી સાથે ઠંડક ભર્યું વાતાવરણ જામ્યું છે. તાલુકા ના તમામ ગામો ને આવરી લેતો વરસાદ થી ઉભા પાક માં મોટી રાહત થવા પામી છે, હજુ પણ આકાશ વરસાદી વાતાવરણ સાથે ગોરંભાયેલું છે અને વધુ વરસાદ આવે તેવા આકાશી ચિન્હો જોવા મળે છે.