વર્તમાન સમય મા સોમાસુ શરૂ થઈ ગયુ છે અને બે ઋતુ નુ વાતાવરણ પણ છે જયારે નગરપાલિકા દવારા ફીલ્ટર વગર નુ પાણી સપ્લાય કરાઇ રહયુ છે જેને લઇને રોગચાળો વધી રહયો છે જેને લઇને સ્વચ્છ પાણી માટે તેમજ પવિત્ર શ્રાવણ માસ મા ખાસ સિહોર શહેર, સિહોર તાલુકા તેમજ જીલ્લા અને બહાર થી શ્રધ્ધાળુઓ દવારા નવનાથ અને ગૌતમેશ્વર મહાદેવ ની જાત્રા કરતા હોય છે અને દરેક ધમઁસ્થળ ના રસ્તાઓ ખાબડ ખુચડવાળા અને ગંદકી થી ભરેલા છે જેને સ્વચ્છ કરી સમતોલ કરવા માટે સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ ની આગેવાની હેઠળ આજરોજ તા ૩૧ને બુધવાર ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે નગરપાલિકા ને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી આ રજુઆત, આવેદનપત્ર મા સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતાશ્રી કિરણભાઈ ઘેલડા, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, મુકેશભાઈ જાની, કિશનભાઇ મહેતા,કરીમભાઇ સરવૈયા, કેતનભાઇ જાની, રહીમભાઇ મહેતર, પરેશભાઇ બાજક, યુવરાજ રાવ, રાજુભાઈ ગોહેલ,મનુભાઇ વાઘેલા, અશોક બુધભટ્ટી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો દવારા આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી