બેરોજગારી, કાયદો વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર મામલે કોંગી પ્રવક્તા મનહરભાઇનો આક્રોશ

726

રાજ્યભરની સાથો સાથ ભાવનગરમાં બેરોજગારી, કાયદો-વ્યવસ્થા, ભ્રષ્ટાચાર સહિતના મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર ભાઇ પટેલે ચિંતા વ્યક્ત કરવા સાથે રોષ ઠાલવ્યો હતો અને હવે ફરી લોકોનાં પ્રશ્નો માટે કોંગ્રેસ મેદાનમાં આવશે. તેવા સંકેતો આપ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આજે ભાવનગરમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. અને હાલમાં જય જય ગરવી ગુજરાતનાં બદલે હાય હાય ગીરવે ગુજરાત થઇ ગયું હોવાનું  જણાવ્યું હતું. સરકાર તમામ ક્ષેત્રે ખાનગીકરણ કરી રહી હોવાનું જણાવેલ, જેમાં શિક્ષણ, એરપોર્ટ, રોડ, રેલ્વે હોસ્પીટલ, સહિતનો સમાવેશ થાય છે. છેલ્લા દિવસોમાં ભાવનગરમાં આલ્કોક, કચ્છની હોસ્પીટલ, ભરૂચની હોસ્પીટલ, ગાંધીનગરનું રેલ્વે સ્ટેશન બંધ કરી દેવાયા છે. તેના કારણે બેરોજગારીમાં વધારો થયો છે.

ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું જણાવી કહેલ કે એક વ્યક્તિ ૩ – ૩ હોદ્દાઓ ઉપર ફરજ બજાવે છે. હોસ્પીટલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરવામાં આવે છે. અને તેમાં ટેન્ડરીંગ કરાતું ન હોવાનાં પણ આક્ષેપ કર્યા હતા. ભાવનગરના બંને ધારાસભ્યો સહિત નેતાગીરી ઉપર આક્ષેપો કરી તમામ પ્રશ્ને ખુલ્લા મંચ ઉપર આવવા પણ આહ્વાન કર્યુ ંહતું.

ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય કોઇ પગલાં લેવાતા ન હોવાનું જણાવેલ. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ લોકોનાં પ્રશ્નો સાથે ફરી મેદાનમાં આવશે તેમ જણાવેલ. આ પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ રાજેશ જોશી, વિપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, શહેર પ્રવક્તા રામદેવસિંહ ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

Previous articleરેવા ગામે વૃક્ષારોપણ કરાયું
Next articleસિહોરમાં કોંગ્રેસ દ્વારા પાણી અને સફાઇ માટે આવેદન પત્ર અપાયું