૨૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં ૨૬૦ ત્રાસવાદી ઠાર મરાયા

327

જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ માત્ર છ મહિનાના ગાળામાં જ ૧૦૦થી વધારે કુખ્યાત ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી હજુ પણ જારી છે. અગાઉના વર્ષોની તુલનામાં આ વર્ષે ત્રાસવાદીઓ સામે વધારે આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને પુલવામા સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ત્રાસવાદ સામે લડાઇ વધારે તીવ્ર બનાવી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં  ૨૬૦થી વધારે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા.  જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામે અભૂતપૂર્વ સફળતા હાંસલ થઇ રહી છે. એકપછી એક ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. તેમની કમર તુટી ગઇ છે.   સત્તાવાર આંકડા મુજબ ૧૭૦થી વધુ  ત્રાસવાદીઓનો ખાતમો વર્ષ ૨૦૧૭માં કરવામાં આવ્યો હતો .જ્યારે ૨૦૧૬માં આ ગાળા સુધી ૯૨ ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો. જુલાઈ ૨૦૧૭માં ૨૨ ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. ૨૦૧૨-૧૩માં ક્રમશઃ જમ્મુ કાશ્મીરમાં ૭૨ અને ૬૭ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ આંકડો પહેલી સપ્ટેમ્બર સુધીનો દર્શાવવામાં આવ્યો હતો. એનડીએના શાસન દરમિયાન મોતનો આંકડો સતત વધ્યો છે. ૨૦૧૪માં ૧૧૦, ૨૦૧૫માં ૧૦૮ અને ૨૦૧૬માં ૧૫૦ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓનો આંકડો પહેલાથી જ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫ના આંકડાને પાર કરી ગયો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે આક્રમક રણનીતિ અપનાવવામાં આવી રહી છે.  ગૃહ મંત્રાલયના આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રાસવાદીઓ સામે ઝીરો ટોલરન્સ રણનીતિ અપનાવવામાં આવી રહી છે. સરકારમાં રહેલા સુત્રોનું કહેવું છે કે, ત્રાસવાદીઓ ઉપર તાજેતરના દિવસોમાં તીવ્ર દબાણ લાવવામાં આવ્યું છે. જેના કારણે લશ્કરે તોઇબાના અબુ દુજાના, અબુ ઇસ્માઇલ સહિતના ત્રાસવાદીઓ જાહેરમાં આવ્યા હતા અને અબુ દુજાના જેવા ખતરનાક ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં સફળતા મળી છે. જમ્મુ કાશ્મીર પોલીસ સુત્રો પાસેથી ઉપયોગી માહિતી પણ મળી રહી છે. તાજેતરના સમયમાં પોલીસ, સીઆરપીએફ,  અને આર્મી વચ્ચે ખુબ સારા અને શાનદાર સંકલનનાપરિણામ સ્વરુપે ત્રાસવાદીઓ સામે મોટી સફળતા મળી રહી છે. પાકી માહિતીના આધારે ત્રાસવાદીઓ સામે જોરદાર કાર્યવાહી ચાલી રહી છે. એન્કાઉન્ટરના સ્થળ ઉપર અનેક લોકોના દેખાવ છતાં કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. કટ્ટરપંથી સંગઠનો સામે પણ હવે પગલા લેવાઈ રહ્યા છે. અનેક હુર્રિયત નેતાઓ સામે સમાન્તર તપાસ થઇ ચુકી છે.

Previous article૨૦૨૨ સુધી બધાને ઘર આપવામાં આવતી અડચણો દૂર કરોઃ મોદી
Next articleજન્માષ્ટીનાં તહેવારો પર મુંબઈ સહિતની ૧૮ ટ્રેનોમાં વધારાના કોચ લગાડાશે