ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં ચાલીસ વર્ષથી શ્રદ્ધા ભક્તિના સમન્વય સાથે વિવિધ કલાકૃતિના હિંડોળામાં ભગવાનને ઝુલાવાય છે. મંદિરનાં સંતો અને હરિભક્તો દ્વારા કોઈ પણ કારીગરની મદદ વિના હિંડોળા તૈયાર કરવામાં આવે છે.
હિંડોળાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. વિવિધ કલાકૃતિનાં હિંડોળામાં બિરાજમાન પ્રભુના અદભૂત દર્શન થઇ રહ્યાં છે. હિંડોળા દર્શનનો સમય રોજ સાંજે ૫ થી ૮.૧૫સુધી રાખવામાં આવેલ છે.