અમદાવાદમાં અનરાધાર વરસાદથી માર્ગોમાં પાણી ભરાયા ઠેર ઠેર ટ્રાફિક જામ

471

અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો  મોડી સાંજે  નોકરિયાતોને ઘરે જવાના સમયે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં હતા નોકરીઆત, ધંધાદારીઓ અટવાયા છે. કેટલીક જગ્યા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વરસાદી માહોલના કારણે અમદાવાદ, વડોદરા વચ્ચે ટ્રેન સેવા અને વિમાન સેવાને અસર પહોંચી છે. અમદાવાદ વડોદરા વચ્ચે સાત જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે તો અમદાવાદથી દિલ્હી અને મુંબઇ જતી ફ્‌લાઇટ અડધો કલાકથી કલાક મોડી થઈ છે.

અમદાવાદમાં ધમાકેદાર વરસાદી ઝાપટુ શરૂ થતા હાટકેશ્વર બેટમાં ફેરવાયુ છે. આ બાજુ મણિનગર ગોરના કુવા વિસ્તારમા પાણી ભરાયા છે તો અમરાઈવાડી મૈટો રેલની પાસે જનતાનગર, ગાયત્રીનગર, રાજપુર પોસ્ટ ઓફિસ પાસે તેમજ જોગણી માતાના મંદિર પાસે, સી ટી એમ જામફળવાડી વિસ્તારમા, વટવા પુનિતનગર રેલવે ફાટક પાસે પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયા, ચાંદલોડીયા ગામના ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે. તો ભૂયંગદેવ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.  રસ્તા પર વાહન ચાલકોની હાલાકી વધી રહી છે. ઠેર ઠેર મ્યુનિસિપલ કોર્પોરેશને ખોદકામ કરલું હોવાથી કેટલીક જગ્યા પર રસ્તા બેસી રહ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં રોડની બિસ્માર હાલતથી પ્રજા પરેશાન.

Previous articleગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શન શ્રદ્ધા-ભક્તિના સમન્વય સાથે અદભુત કલાકૃતિ
Next articleવિવિધ બેન્કોમાં લોકો ૭.૧૭ લાખની બનાવટી ચલણી નોટો જમા કરાવી ગયા