વિવિધ બેન્કોમાં લોકો ૭.૧૭ લાખની બનાવટી ચલણી નોટો જમા કરાવી ગયા

968

શહેરની વિવિધ બેન્કોમાં લોકો અલગ અલગ દરની ૭.૧૭ લાખની બનાવટી ચલણી નોટો જમા કરાવી ગયા હતા. તે સિવાય એક હજાર અને પાંચસોના દરની રદ્‌ થયેલી નોટો પણ જમા કરાવવામાં આવી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બે હજાર, પાંચસો અને એકસો ના દરની કુલ ૨૫૪૯ નકલી નોટો પધરાવી રદ થયેલી નોટો પણ જમા કરાવી

શહેરની આઈસીઆઈસીઆઈ બેન્ક, કોર્પોરેશન બેન્ક, આઈડીબીઆઈ, એક્સિસ રિઝર્વ બેન્ક અને એસબીઆઈ બેન્ક સહિત ૧૪ જેટલી બેન્કોમાં લોકો બનાવટી નોટો જમા કરાવી ગયા હતા. જેમાં સૌથી વધુ અઆઈસીઆઈસીઆી બેન્કમાં રૂ.૨,૦૦૦,રૂ.૫૦૦,રૂ.૨૦૦.રૂ.૧૦૦ અને ૫૦ ના દરની ૧૧૬૪ નકલી નોટો જમા કરાવવામાં આવી હતી. તમામ બેન્કો મળીને કુલ ૨,૫૪૯ નોટો જમા કરાવવામાં આવી હતી. જેની કુલ કિંમત રૂ.૭,૧૭,૩૧૦ થાય છે, એમ પોલીસે કહ્યું હતું. જેમાં રદ્દ થયેલી રૂ.૧૦૦૦ ના દરની ૪૯ નોટ, રૂ.૫૦૦ ના દરની ૫ નોટનો સમાવેશ થાય છે.

તમામ નોટો પૈકી કેટલીક નોટો એકદમ ફાટી ગયેલી હાલતમાં, કેટલીક નોટો ગુંદરપટ્ટી ચોંટાડેલી, સેલો ટેપ લગાવેલી, અડધી નોટ અને અડધા કાગળ ચોંટાડેલ, ચિલ્ડ્રન નોટ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આમ અજાણ્યા શખ્સોએ બનાવટી ચલણી નોટો ગમે તે ઠેકાણે બનાવીને ભારતીય ચલણમાં અસલ તરીકે ફેરવીને ભારતના અર્થતંત્રને તોડી પાડવાનું ગુનાહિત કાવતરૃ ઘડયું હોવાનુ બહાર આવ્યું છે.

ઘાટલોડીયામાં સુર્યોદય કોમ્પ્લેક્સમાં આવેલી ખુશી મોબાઈલ શોપમાં બનાવટી ચલણી નોટો લઈને આવેલા ચાંદલોડીયાના ગજુભાઈ જે.પ્રજાપતિની સોલા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ૫૦૦ ના દરની એક તથા ૧૦૦ ના દરની  ચાર નોટો કબજે  કરી હતી. તે સિવાય અગાઉ તેણે બે હજારના દરની એક અને પાંચસોના દરની એક નોટ પણ વટાવી હતી. સોલા પોલીસે આ અંગે ગુનો નોંધીને તેણે આ બનાવટી ચલણી નોટો ક્યાંથી મેળવી તે અંગે તપાસ હાથ ધરી છે.

Previous articleઅમદાવાદમાં અનરાધાર વરસાદથી માર્ગોમાં પાણી ભરાયા ઠેર ઠેર ટ્રાફિક જામ
Next articleગાંધીનગરમાં ત્રણ વર્ષમાં ૮૩૦ વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત