સબસિડી વગરના રાંધણ ગેસ સિલીન્ડરમાં ૬૨.૫૦ રૂ.નો ઘટાડો

451

સતત બીજા મહિના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. પહેલી ઓગસ્ટથી ગ્રાહકોને આ ઘટાડાનો લાભ મળશે. હકીકતમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમતમાં ૬૨.૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઘટવાના કારણે ગ્રાહકોને રાહત આપવામાં આવી રહી છે. સબસીડી વિના અથવા બજાર કિંમતના એલપીજીની કિંમત ૫૭૪.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. નવા દરો બુધવારે અડધી રાતથી લાગૂ થઇ ગયા છે.

અગાઉ પહેલી જુલાઇથી સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.ગત એક મહિનામાં સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૬૩ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

સબસિડી વિનાના ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવ ઘટવાની અસર સબસિડીવાળા ગેસ સિલિન્ડર લેતી વખતે કરાતી ચુકવણી પર પણ પડશે. ઉપભોકતાને ઓગસ્ટમાં ૧૪.૨ કિલોની સબસિડી વાળા ગેસ સિલિન્ડર લેતી વખતે હવે ૫૭૪.૫૦ રૂપિયાની ચુકવણી કરવી પડશે, જુલાઇમાં તેના માટે ૬૩૭ રૂપિયા ચુકવવા પડતાં હતાં.

જણાવી દઇએ કે દર મહિનાની પહેલી તારીખે ઇંધણ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. આ જ કડીમાં સતત બે મહિનાથી સબસીડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે.

Previous articleભારત અર્થવ્યવસ્થાની બાબતે પાંચમા સ્થાનેથી ખસી સાતમા સ્થાને પહોંચ્યુ
Next articleઉન્નાવ કાંડ : દરેક કેસ દિલ્હી ખસેડવાનો હુકમ