ભારતમાં ગેરકાયદે પ્રવેશી રહેલા માલદીવના પૂર્વ ઉપપ્રમુખની ધરપકડ

356

મોટા ભાગે કોઈ સામાન્ય વ્યક્તિ ગેરકાયદેસર રીતે કોઈ દેશની સરહદમાં દાખલ થતો હોય છે અને તેની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. પરંતુ માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેસવાનો પ્રયાસ કરતા ઝડપાયા છે.ભારતીય એજન્સીઓએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબની ધરપકડ કરી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અદીબની તમિળનાડૂના તૂટીકોરિન બંદરેથી ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે તેઓ અયોગ્ય રીતે ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં તે દરમિયાન જ તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ગેરકાયદેસર રીતે આ બંદરે પહોંચ્યા હતાં.

અદીબને ભારતીય એજન્સી ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓએ અટકાયતમાં લીધા છે. આ મામલે વિદેશ મંત્રાલયને સૂચના આપી દેવામાં આવી છે. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે, અમે આ મામલે માલદીવની સરકારનો સંપર્ક સાધીશું.અદીબ ‘વિર્ગો ૯’ નામના એક જહાજમાં બેસીને ટૂટિકોરીન પહોંચ્યા હતાં. જેમાં ૧૦ લોકો સવાર હતાં. અબીદની ભ્રષ્ટાચારના જુદા જુદા આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી.

માલદીવમાં તેમને જેલની સજા ફટકારવામાં આવી હતી.

Previous articleગાંધીનગર શહેર-જિલ્લામાં ઝરમર વરસાદની અવિરત ગતિ ચાલુ રહી
Next articleઉમર અબ્દુલ્લા-ફારુખ અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી