પોલીસ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા પોલીસકર્મીઓને નિયત સમય બાદ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતું હોય છે. જોકે, વર્ષ ૨૦૧૦ની પીએસઆઈની બેચમાં સિનિયોરીટીના મામલે વિવાદ થતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને ૨૦૧૦ની બેચના તમામ પીએસઆઈનું પ્રમોશન અટકી પડ્યું હતું. આ મામલે હાઇકોર્ટે લીલીઝંડી આપતા હવે રાજ્યસરકાર આગળની કાર્યવાહી કરી શકશે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટરોનાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે પ્રમોશન આપવા માટે કોર્ટે લીલીઝંડી આપી દેતા હવે રાજ્યસરકારે તૈયાર કરેલા લીસ્ટ મુજબ ૪૦૦થી વધુ જગ્યા પર પ્રમોશ આપી શકાશે. હાલ રાજ્યમાં ૪૦૦થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની જગ્યા ખાલી પડી છે.
આ વિવાદ ત્યારે જન્મ્યો જ્યારે વર્ષ ૨૦૧૦ની પીએસઆઈની બેચની ટ્રેનિંગમાં મેરીટ અને સિનિયોરિટીને લઈને વિવાદ થયો અંતે એક વર્ષથી અટકી પડેલી પ્રક્રિયા હવે થઈ શકશે. સમગ્ર મામલે વિવાદ થતા અગાઉ હાઇકોર્ટે પ્રમોશનની પ્રક્રિયા સામે મનાઇ હુમક ફરમાવ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ હવે રાજ્યના પીએસઆઈને બઢતી મળવાની સાથે પીઆઈની જગ્યાઓ ભરાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવામાં પણ સરળતા મળશે.