આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઇ ગયું છે. રીનોવેશન પામેલી નવી વિધાનસભામાં પ્રથમ દિવસથી જ વિપક્ષ કોંગ્રેસના આકરા તેવર જોવા મળ્યાં હતાં. વિધાનસત્રના પ્રારંભ સાથે ગવર્નર ઓ પી કોહલી દ્વારા ઇંગ્લિશમાં સંબોધન કરવામાં આવતાં વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી સહિત વિપક્ષના સભ્યોએ ભારે કાગારોળ મચાવી દીધી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે મુખ્યપ્રધાન વિજય રુપાણીને પણ ભીંસમાં લેતા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રાજીનામાંની માગણી કરી હતી.. કોંગ્રેસ મચાવેલી ધમાલના કારણ ગવર્નર કોહલીએ મિનિટની અંદર જ પોતાનું ભાષણ ટૂંકાવી દીધું હતુ.
આવતીકાલે ૨૦ તારીખે નાણાંપ્રધાન રાજ્યનું બજેટ રજૂ કરશે. ૨૦૧૯માં આવી રહેલી લોકસભા ચૂંટણીઓને લઇને રાજ્ય સરકાર માટે આ બજેટ મહત્ત્વનું સાબિત થશે. લોકસભામાં ગત ચૂંટણીમાં ભાજપે બઝી જ ૨૬ બેઠક જીતેલી છે તેને જાળવી રાખવાનો મહાપડકાર ઝીલવા રાજ્ય સરકાર જનતાને રીઝવવાની કોશિશ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી આવી વિવિધ મુદ્દે ભારે સૂત્રોચ્ચાર પોકાર્યાં હતાં. જેમાં પાણી વદરના રુપાણી રાજુનામું આપો, દલિતોને ન્યાય આપો, ખેડૂતોને પાણી આપો જેવા સૂત્રો પોકાર્યાં હતાં. સકક હોબાળાના પગલે ગૃની કાર્યવાહી અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. ૧૪ વિધાનસભાના મહત્ત્વપૂર્ણ એવા બજેટ સત્રને લઇને પ્રથમ દિવસે વિધાનસભામાં હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ રુપાણી, નાયબ સીએમ નિતીન પટેલ અને પ્રધાનમડળના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિધાનસભાના રીનોવેશન થયાં પછીના આકર્ષક લૂકને જોવામાં રાજ્યના મત્સ્યપ્રધાન પરસોતમ સોલંકી ગૃહની શોભા નિહાળવામાં ધ્યાનમગ્ન થતાં ગબડી પડ્યાં હતાં, પહેલાં જ દિવસે સોલંકીને ગબડી પડતાં જોઇ સાર્જન્ટ ધસી આવ્યાં હતાં અને તેમને ઊભાં કરીને બેસાડ્યાં હતાં.
ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી સરકાર દ્વારા ચૂંટણી લક્ષી બજેટ લજૂ કરવામાં આવશે. વિજય રૂપાણી સરકારનું પહેલું બજેટ છે. આવતીકાલે નાણામંત્રી નીતીન પટેલ બજેટ રજૂ કરશે. ગુજરાત સરકારનું બજેટ આવતીકાલે રજૂ થનાર છે. જીએસટીની અમલવારી બાદ મળનાર આ બજેટ અંદાજે બે લાખ કરોડનું કદ રહે તેવી સંભાવના છે. નાણામંત્રી નિતીનભાઈ પટેલ બપોરે એક વાગ્યે બજેટનું પ્રથમ ભાગનું વાંચન કરશે ત્યારબાદ બીજા ભાગમાં આવક ખર્ચના અંદાજો રજૂ કરશે. લોકોને વધુને વધુ રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા સત્રની કામગીરીની વધુ વિગતો મુજબ આ સત્ર દરમિયાન સભાગૃહ કુલ ૨૬ દિવસ મળશે યોજાશે અને તેની ૨૮ બેઠકોમાં સત્રને લગતી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સત્રમાં અત્યાર સુધી કુલ ૯ સરકારી વિધેયકોની સૂચના દાખલ કરવામાં આવી છે. જે ૯ સરકારી વિધેયકો રજૂ થનાર છે તેમાં ગુજરાત નશાબંધી વિધેયક, સિગારેટ અને તમાકુની અન્ય બનાવટ પર નિયંત્રણને લગતું વિધેયક, નગર રચના અને શહેરી વિકાસ જેવા વિધેયકો રજૂ થશે. આ ઉપરાંત પણ હવે પછી સરકાર અન્ય અગત્યના વિધેયકો રજૂ કરશે. તેમજ અગાઉના સત્રોમાં દાખલ થયેલાં કુલ-૧ર બિન સરકારી વિધેયકોની પણ સભાગૃહમાં વિચારણા થશે. આ સત્ર દરમિયાન સન-૨૦૧૭-૨૦૧૮ને લગતું અંદાજપત્ર રજૂ કરાશે. જેના પર ચાર દિવસ સામાન્ય ચર્ચાઓ તેમજ માગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ દિવસ ફાળવાયા છે. સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે ખર્ચનું પૂરક પત્રક પણ ૨૧મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે, જેના પર બે બેઠકોમાં ચર્ચા થશે. સત્રના અંત ભાગમાં અંદાજપત્રમાં રજૂ થયેલ નાણાકીય દરખાસ્તોને કાયદાનું રૂપ આપતા વિનિયોગ વિધેયક અને નાણા વિધેયકો પણ રજૂ થશે.