મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના તળે તાલીમાર્થીઓને કામગીરી ફાળવાઈ

495

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના-ર૦૧૮ અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે તા. ર૮-૭-ર૦૧૯ના રોજ ટાઈપીંગ ટેસ્ટ યોજેલ, જેમાં કુલ -૪૪૧ ઉમેદવારો પૈકી ૩ર૪ ઉમેદવારોએ ટેસ્ટ આપેલ.

એપ્રેન્ટીસ તાલીમાર્થીઓને આજ તા. ૧-૮-ર૦૧૯ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોર્ટ હોલ ખાતે હાજર રાખી એક સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ તેમજ કામગીરીની ફાળવણી કરવામાં આવેલ. ટાઈપીંગ ટેસ્ટના મેરીટના ધોરણે પસંદગી પામેલ કુલ ૪૭ એપ્રેન્ટીસ તાલીમાર્થીઓને બોલાવવામાં આવેલ તે પૈકી કુલ -૪૬ તાલીમાર્થીઓએ હાજર રહી તેમને ફાળવેલ કામગીરીના આદેશો મેળવેલ હતાં.

કુલપતિ તથા કુલસચિવ દ્વારા તાલીમાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા તેમજ યુનિવર્સિટીની કામગીરીઓ વિશે ટુંકી સમજ આપેલ તથા પસંદ થયેલ તાલીમાર્થીઓને કુલપતિ તથા કુલસચિવના હસ્તે કામગીરીના આદેશોનું વિતરણ કરવામાં આવેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવિશ્વાનંદ માતાજીની નિશ્રામાં શિવકુંજ આશ્રમ જાળિયામાં મહારુદ્રયાગ પ્રારંભ