વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં શિવકુંજ આશ્રમ જાળિયામાં આજથી એકાદશ દિવસીય મહારુદ્રયાગ પ્રારંભ થયો છે. અહીંયા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન દ્વિતિય મહાયાગ આયોજન થયું છે.
આજે પ્રારંભ થયેલા મહારુદ્રયાગની પુર્ણાહુતી શ્રાવણ સુદ ૧૧ રવિવાર તા.૧૧ સાંજે થશે. યજ્ઞો પછી બીજા યજ્ઞો યોજાશે.
આચાર્યપદે અનંતભાઈ ઠાકર અને ઉપાચાર્યપદે શાસ્ત્રી તુષારભાઈ ઠાકર રહેશે. યજ્ઞ સંકલનમાં ઠાડચ ધૂણા ગાદીપતિ રાજુગીરી ગોસ્વામી તથા નંદલાલભાઈ જાની રહ્યા છે. વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં આ વિવિધ યજ્ઞો સાથે રક્તદાન, દંતયજ્ઞ, નેત્રયજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.
શ્રાવણ સુદ ૧૧।। સોમવાર તા.૧૨થી સપ્ત દિવસીય મહાકાલ ભૈરવ યાગ પ્રારંભ થશે. પુર્ણાહુતી શ્રાવણ વદ ૩ રવિવાર તા.૧૮ સાંજે થશે. શ્રાવણ વદ ૪ સોમવાર તા.૧૯ એક દિવસીય દુર્ગાયાગ યોજાશે. પ્રારંભ સવારે અને પુર્ણાહુતી સાંજે થશે. શ્રાવણ વદ ૫ મંગળવાર તા.૨૦થી દ્વિતિય એકાદશ મહારુદ્રયાદ પ્રારંભ થશે. પુર્ણાહુતી શ્રાવણ વદ ૩૦ અમાસ શુક્રવાર તા.૩૦ સાંજે થશે.