નોકરી મેળવવા ઈન્ટરવ્યુ કેવી રીતે આપવા ભાવ. યુનિ. ઈંગ્લીશ વિભાગ દ્વારા વર્કશોપ

640

નોકરી મેળવવા કેવી રીતે ઇન્ટરવ્યુ આપવા તેની તાલીમ આપતો વર્કશોપ મ.કુ.ભાવનગર યુનિવર્સિટીના ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીક્ટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓર્ગેનાઈજેશન દ્વારા યોજાયો.

ડિસ્ટ્રીક્ટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓર્ગેનાઈજેશન દ્વારા મહારાજા કૃષ્ણસિંહસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં સિવી કેવી રીતે લખવું અને ઇન્ટરવ્યૂ કેવી રીતે ફેસ કરવા તેને અનુલક્ષીને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તેમજ પીપીટી અને ઓડિયો વીજુયલના માધ્યમથી નોકરી મેળવવા માટે કેવી રીતે રિજયુમ બનાવવું તે અને ઇન્ટરવ્યુ કેવી રીતે આપવા તે આશુતોષભાઈ દ્વારા શીખવવામાં આવ્યું. ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. દિલિપ બારડ દ્વારા વિવિધ પ્રકારના વર્કશોપનું આયોજન થતું રહેતું હોય છે જેનાથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અન્ય પ્રવુર્તિમાં ભાગ લઈ ઘણી બધી જીવનજરૂરી વસ્તુ શીખી શકે છે.

આમ તો ઇન્ટરવ્યૂ કેમ ફેસ કરવા તેની કોઈ એક વ્યાખ્યા કે ગણિત ના હોય પણ કેટલીક વસ્તુઓ જે ધ્યાનમાં રાખી શકાય. અભ્યાસ બાદ નોકરીની મેળવવા માટે સૌથી પહેલી મહત્વની વસ્તુ તમારું રીજ્યુમ તમે કેવું બનાવો છો.

સી.વી.બનાવતી વખતે બીજાના ઝ્રફની કોપી ના કરો અને તે તમારી લાયકાત પ્રમાણે અને નોકરીની જરૂરિયાત પ્રમાણે બનાવો તેમાં જરૂરિયાત વગરના શબ્દો ના લખો સ્પષ્ટતા પૂર્વક વિગતો લખો.સરખી રીતે શબ્દોની પસંદગી કરી ગોઠવણી કરો અને ભૂલો વગરનું લખાણ રાખો. સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Previous articleમહુવા કૈલાસ ગુરૂકુળમાં તુલસી જન્મોત્સવ ઉજવાશે
Next articleદહીથરા પ્રા.શાળામાં વૃક્ષારોપણ