દામનગર શહેર ની ભાવિ પેઢી જ્યાં શિક્ષણ નો એકડો ઘુંટતા શીખે છે તેવી આંગણવાડી ફરતા વરસાદી પાણી ભરાવા છત માં થી સતત પાણી ટપકવુ કમ્પાઉન્ડ હોલ વગર આંગણવાડીઓ ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.
દામનગર શહેર ની ભાવિ પેઢી જ્યાં શિક્ષણ નો એકડો ઘુંટે છે તેવી આંગણવાડી ઓ કોઈ ને કોઈ સમસ્યા ભોગવે છે આંગણવાડી કેન્દ્ર નં ૧૦૧ ફરતું સામાન્ય વરસાદ માં પણ પાણી ભરાય છે તો ઉપર ની છત માં સતત પાણી ટપકે છે આંગણવાડી વર્કર સતત પોતા મારી જગ્યા કોરી કરે અને બાળકો ને બેસાડે ત્યાં બાળક પર સતત ટપકતી છત માં અભિષેક થયા જ કરે છે તાજેતર માં શહેર ની તમામ આંગણવાડી દફતર વિતરણ દરમ્યાન જોવા મળેલ ભારે ગંદકી ઉકરડા ઓ બિન જરૂરી વનસ્પતિ આંગણવાડી આસપાસ સફાઈ નો અભાવ જોવા મળેલ છે મોટા ભાગ ની આંગણવાળી ફરતે કમ્પાઉન્ડ હોલ દીવાલ નથી અનેક પ્રકાર ના ઉપદ્રવ વચ્ચે ભાવિ પેઢી એકડો ધુટી રહ્યા છે દામનગર ની આંગણવાડી કેન્દ્ર નં૧૦૧ ફરતું પાણી ભરેલ છે અને સતત ઉપર થી છત ટપક્યાં કરે છે જ્યાં ભાવિ પેઢી પ્રથમ એકડો ઘુંટતા શીખે કકા નો ક સાથે કર્મઠ નાગરિક બનવા જાય છે ત્યાં અનેકો ઉપદ્રવ ગંદકી અસુવિધા વચ્ચે શુ શીખ છે ? આ અંગે સબંધ કરતું તંત્ર યોગ્ય કરે તે ઇચ્છનીય છે.