એમ.કોમ (એક્ષ્ટર્નલ) પાર્ટ.૧ નાં પરિણામમાં વિધાર્થીઓ સાથે થયેલા અન્યાય બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાથીઓને સાથે રાખી કુલસચિવશ્રીને રજૂઆત કરવામાં આવી
એમ.કોમ (એક્ષ્ટર્નલ) પાર્ટ.૧નાં પરિણામો યુનિવર્સીટી દ્વારા હાલમાં જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૮૦૯ વિધાર્થીઓએ પરીક્ષાઓ આપેલ હતી.જેમાંથી ફક્ત ૧૬૬ વિધાર્થીઓ એટલે કે ૨૦.૫૧ % વિધાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે અને ૫૪૬ વિધાર્થીઓ નાપાસ કરવામાં આવ્યા છે.
જેમાં વિધાર્થીઓને ચોક્કસ વિષયમાં જેમ કે મેનેજનલ ઇકોનોમિક્સ, બિઝનેસ એન્વાયરમેન્ટ જેવા મહત્વના વિષયોમાં તો વિધાર્થીઓને નાપાસ કરેલ જ છે અને ઘણા વિષયોમાં વિધાર્થીઓ દ્વારા ખુબ સારું વિષયાર્થ લખવા છતાં તેમને નાપાસ કરવાની રાવ વિધાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિધાર્થી પરિષદને મળેલ છે.
જે વિધાર્થીઓએ બી.કોમમાં તે વિષયમાં ખુબ સારું પરિણામ મેળવેલ છે તેવા વિધાર્થીઓ પણ નાપાસ થયેલ છે અથવા ઓછા માર્ક સાથે પાસ કરવામાં આવ્યા છે. યુનિવર્સીટી દ્વારા જાહેર કરેલા પરિણામોમાં કોઈને કોઈ ભૂલો નજીકના ભૂતકાળમાં બનવા પામી જ છે. એમ.કોમ પાર્ટ.૧ના ૨૦૧૮ના આંકડાઓ મુજબ ૩૨.૩૬% એટલે કે ૮૫૩ વિધાર્થીઓ માંથી ૨૭૬ વિધાર્થીઓ પાસ થયા હતા જે દર્શાવે છે કે આ વખતનું પરિણામ કોઈ ક્ષતિ યુક્ત છે તથા વિધાર્થીઓના માર્કમાં પણ એક પેટર્ન જોવા મળી રહી છે.
યુનિવર્સીટી દ્વારા કોઈને કોઈ જગ્યા પર ભુલ થઇ છે એવું લાગી રહ્યું છે માટે વિધાર્થીઓને ન્યાય આપવા માટે તાત્કાલિક ધોરણે બધાજ પેપરો ફરી થી ચેક કરવા અને કમિટી બનાવવી તાત્કાલિક પેપર ચેક કરવા એ.બી.વિ.પીના કાર્યકર્તાઓ અને સેનેટ મેમ્બેર તથા વિધાર્થીઓએ માંગ કરી હતી.અને સાથે આ વિષય પર વિધાર્થી હિતમાં કોઈ કાર્યવાહી ન થવાનું જણાય તો વિધાર્થી પરિષદ દ્વારા વિધાર્થીઓને સાથે રાખી આંદોલનાત્મક પગલા ભરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સીટીના સતાધીશોની રેહશે તેમ પણ જણાવેલ હતું.