બાબરા તાલુકા ના ઉટવડ ગામે જર્જરિત બસ સ્ટેશન નું રાજ્ય સરકાર ની ગ્રાન્ટ સહિત ગ્રામ્ય આગેવાને પોતાના આર્થિક અનુદાન થી બસ સ્ટેશન સુવિધા સભર બનાવી આજે ધારાસભ્ય વીરજી ઠુંમર ના હસ્તે લોકાર્પણ કરવા માં આવ્યું હતું વર્ષો જુનું જીર્ણ થયેલું બસ સ્ટેશન નવું બનાવવા સ્થાનિક ક્ક્ષા ના આગેવાનો દ્વારા વખતો વખત રજુવાત બાદ રૂપિયા બે લાખ ની ગ્રાન્ટ મળવા પામી હતી જેમાં ગ્રામ્ય આગેવાન ડુંગરભાઈ ખુંટે પોતાનું આર્થિક યોગદાન આપી બસ સ્ટેશન વધુ સુવિધા સભર બનાવવા કાર્ય કરવા માં આવ્યું હતું નવા બનેલા બસ સ્ટેશન માં વોટર પયોરિફાઇડ અને સીસીટીવી કેમેરા થી સજ્જ બનાવવામાં આવ્યા નું જાણવા મળે છે આ તકે ગ્રામ્ય સરપંચ રમેશભાઈ ખુંટ સહિત ના ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.