રાજુલા તાલુકા પંચાયત ખાતે ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભરતસિંહ વાઘેલાની નિમણુંક કરાતા તાલુકાનો વધુ વિકાસ થશે જેને તાલુકા પ્રમુખોએ આવકારેલ.
રાજુલા તાલુકા કચેરી ખાતે જારફાબાદના તાલુકા વિકાસ અધિકારી ભરતસિંહ વાઘેલાને રાજુલા તાલુકા કચેરીનો ઈન્ચાર્જ ચાર્ઝ સોંપાતા જેને તાલુકા પંચાયત પ્રમુખ ભાનુબેન બારૈયા ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ, જીલુભાઈ બારૈયા, માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર સુકલભાઈ બલદાણીયા સહિત આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવતા કહેલ કે તાલુકાનો વિકાસ જીતુભાઈ મહેતા ઈન્ચાર્જ તરીકે સુંદર કામગીરી બજાવી હતી પણ તાલુકાનો વિકાસ વધુ વેગ પકડશે તેવી આશા રખાઈ છે.