જિલ્લા રમત-ગમત કચેરી આયોજીત રમત-ગમત સ્પર્ધામાં થ્રો બોલ (અંડર-૧૪)માં બી.એમ.કોમર્સ હાઈસ્કુલના ધોરણ-૯ ઈના વિદ્યાર્થી આલગોતર ધાર્મિક જગદીશભાઈએ સુંદર દેખાવ કરતાં તેની ભાવનગર જિલ્લાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. હવે તે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાવનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.