ઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં રસ તથા શીખવાની ધગશથી આગળ વધી રહ્યા છે. કલા, શિક્ષણ, સંગીત તેવા ક્ષેત્રોમાં તો અગ્રેસર છે. પરંતુ રાજુલા તાલુકા કક્ષા રમતોત્સવમાં શાળાની ખો-ખોની ટીમ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.ત ેમજ આ ટીમ સમગ્ર રાજુલા તાલુકાનું જિલ્લા કક્ષાએ નેતૃત્વ કરશે. એથ્લેટિકસમાં વિવીધ રમતોમાં વિદ્યાર્થીઓની સુજ તેમજ જીતવાની ધગશે શાળાને તાલુકા કક્ષાએ જીતની ઉંચી ઉડાત આપી છે. આ ઉપરાંત, કબડ્ડી, વોલીબોલનું પ્રદર્શન પ્રશંસનીય હતું.