મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી નાયબ પોલીસ અધિક્ષકની કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બી.પી.ટી.આઈ કોલેજ, ભાવનગર ખાતે કરવામાં આવી હતી જેમાં શ્રી જે.કે.રાણા-ઁ.ૈં મહિલા પોલીસ સ્ટેશન નવાપરા, એસ.એ.રાઠોડ, દહેજ પ્રતિબંધક અધિકારી,ભાવનગર. તેમજ બી.પી.ટી.આઈ કોલેજના આચાર્ય ડી.એ.દવે, ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત બી.પી.ટી.આઈ કોલેજની ૧૩૧ વિદ્યાર્થીનીઓએ મહિલા સુરક્ષા દિવસના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામા આવી હતી અને કોલેજના આચાર્ય ડી.એ.દવે દ્વારા મુખ્ય મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે એસ.એ.રાઠોડ, દહેજ પ્રતિબંધક અધિકારી,ભાવનગર દ્વારા સ્ત્રીઓની સુરક્ષા ને લગતા કાયદાઓ અને તેની પ્રક્રિયા બાબતે માહિતી આપી હતી જેમાં ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫, કાયદો શું છે? કોને લાગુ પડે? ક્યાં લાગુ પડે? અને ભોગ બનેલ સ્ત્રીને કેવીરીતે સહાય મળે તે બાબતે ઉપસ્થિત બહેનોને માહિતી આપવામાં આવી હતી.
જ્યારે જે.કે.રાણા, પીઆઈ મહિલા પોલીસ સ્ટેશન, દ્વારા મહિલાઓને સુરક્ષા તેમજ રક્ષણ અંતર્ગત વિભાગીય સેવાઓ બાબતે માહિતી આપવામાં આવી હતી જેમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇન બાબતે માહિતી આપવવામાં આવી, તેમજ વિકટ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો સાથે સુરક્ષા કે રક્ષણ મેળવવા માટેની પણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે વિધાર્થીનીઓને વિવધ યોજનાઓ તેની સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા જેમાં મહિલા શક્તિ કેન્દ્ર અને તેની કામગીરી વિષે મહિલા કલ્યાણ અધિકારી ગ્રીષ્માબેન દેવમુરારી દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર વિશે કાઉન્સેલર પ્રિતીબા જાડેજા દ્વારા માહિતી આપવામાં આવી હતી, જ્યારે અભયમ ૧૮૧ હેલ્પલાઇન સુવિધા વિષે વૈશાલીબેન સરવૈયા દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ સખી વન સ્ટોપ સેન્ટર બાબતે એડમિનિસ્ટ્રેટર શીવાનીબેન ધારુકીયા દ્વારા માહિતી આપવવામાં આવી હતી.