એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી ની રાહબરી નીચે સ્ટાફના મહાવિરસિંહ ગોહિલ તથા યુસુફખાન પઠાણને મળેલ સંયુક્ત બાતમી આધારે ચિત્રા પાણીની ટાંકી પાસેથી આરોપી વિવેક ઉર્ફે ભોલુ શંભુભાઇ મકવાણા/કોળી ઉ.વ.૨૬ રહેવાસી પ્લોટ નંબર ૩૨, બેન્ક કોલોની ચિત્રા ભાવનગરવાળાને તેના નંબર વિનાના “મોત” લખેલ એકટીવાની ડિક્કીમાંથી એક દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડી મજકુર વિરૂધ્ધ આર્મ્સ એકટ તળે કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલે સરકાર તરફે ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.