ભાવનગર શહેરમાં ધુમ સ્ટાઈલ બાઈક ચલાવવા ઉપરાંત શાળા-કોલેજો નજીક રોમીયોગીરી વધી હોવાની ફરિયાદો બાદ આજે બપોર બાદ વાઘાવાડી રોડ ઉપર પોલીસ દ્વારા રોમીયો ડ્રાઈવ કરવામાં આવી હતી. અને યુનિવર્સિટી ગેઈટ પાસે તથા રસ્તાઓ ઉપર આવેલી દુકાનો પર તપાસ કરવા સાથે વાહન ચાલકોને તપાસી દંડીત કરવામાં આવ્યા હતાં.