જીડીપી : ભારત ઘટીને સાતમા નંબરનું અર્થતંત્ર રહેતા નિરાશા

554

વિશ્વ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતને મોટો ફટકો પડ્યો છે. વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તા બનવાની દિશામાં ભારતની આગેકુચ રોકાઈ ગઈ છે. ડોલર સામે રૂપિયાના ધોવાણના કારણે ભારતીય અર્થતંત્રનો વિકાસ રૂંધાઈ ગયો છે. ભારતનું અર્થતંત્ર હવે સાતમાં નંબરનું અર્થતંત્ર બની ગયું છે. બ્રિટન અને ફ્રાન્સે ભારતને પાછડ છોડી દેતા ભારત પાછડ ફેકાયું છે. ૨૦૧૮માં ડોલર સામે રૂપિયાના પાંચ ટકાનો ઘટાડો થતા હાલત કફોડી બની છે. ભારતનું અર્થતંત્ર ૨.૭૨ ટ્રિલિયન ડોલર સાથે રહ્યું છે. વિશ્વના પાંચમાં સૌથી મોટા અર્થતંત્ર હોવાનું ગૌરવ લાંબો સમય ટકી શક્યું નથી. ૨૦૧૮માં બ્રિટનનું અર્થતંત્ર ૨.૮૨ ટ્રિલિયન અમેરિકન ડોલર અને ફ્રાન્સનું અર્થતંત્ર ૨.૭૮ ટ્રિલિયન અમેરિકન ડોલર પર પહોંચી જતાં તેઓ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને આળી ગયાં છે. જ્યારે ભારત ૨.૭૩ ટ્રિલિયન અમેરિકન ડોલરની સાથે સાતમાં સ્થાન પર ધકેલાઈ ગયો છે. તેનો અર્થ એ થયો કે ૨૦૧૭ના ૧૫.૭૨ ટકાની સરખામણીમાં ૨૦૧૮માં ભારતીય અર્થતંત્ર ફક્ત ૩.૦૧ ટકાના દરે જ વિકાસ પામ્યું હતું. બીજી તરફ બ્રિટનનું અર્થતંત્ર ૬.૮૧ ટકા અને ફ્રાન્સનું અર્થતંત્ર ૭.૩૩ ટકાના દરે વિકાસ પામ્યું હતું. નવા આંકડા ત્યારે સામે આવ્યા છે જ્યારે ૨૦૨૫માં ભારત જાપાનના અર્થતંત્રને પાછળ પાડી દે તેવી વાતો ચાલી રહી છે. તાજેતરમાં આઈએચએસ માર્કિટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત આ વર્ષે બ્રિટનને પાછળ પાડી પાંચમું સ્થાન પ્રાપ્ત કરી દેશે અને ૨૦૨૫માં જાપાનને પછડાટ આફી વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની જશે. વિશ્વ બેન્કના આંકડા પ્રમાણે જાપાનના અર્થતંત્રનું કદ વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર બની જશે. વિશ્વ બેન્કના આંકડા પ્રમાણે જાપાનના અર્થતંત્રનું કદ ૪.૯૭ ટ્રિલિયન અમેરિકન ડોલર છે જે ભારત કરતાં ૨.૨૪ ટ્રિલિયન ડોલર વધુ છે.

ભારતની મોદી સરકાર હાલ ૨૦૨૫માં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની જાહેરાતો કરી રહી છે. અર્થશાસ્ત્રીઓ ભારતના અર્થતંત્રની પીછેહઠ માટે ડોલર સામે રૂપિયાના ધોવાણને જવાબદાર ગણાવે છે. ઈન્ડિયા રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ દેવેન્દ્ર પંત કહે છે કે, ૨૦૧૭માં રૂપિયા ડોલર સામે ૩ ટકા મજબુત થયો હતો જ્યારે ૨૦૧૮માં ડોલર સામે રૂપિયામાં પાંચ ટકાનું ધોવાણ થયું હતું. તેના કારણે ભારતીય અર્થતંત્રનો વિકાસ રૂંધાયો છે.

Previous articleબજારમાં રિક્વરી : સેંસેક્સમાં ૧૦૦ પોઇન્ટ સુધી સુધાર થયો
Next articleતમામ ત્રાસવાદીનો સફાયો કરવા સુરક્ષા દળ મક્કમ છે