શહેરના પાલડી ચાર રસ્તા આગળ પેટ્રોલ પંપ પાસેના એક વૃક્ષ ધરાશાયી થયું હતું. અને તે ત્યાંથી પસાર થતી એએમટીએસની ચાંદખેડા વાસણા રૂટની બસ પર પડ્યું હતું. જેને પગલે બસ અડધી અડધ ઢંકાઈ ગઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. જ્યારે થડ પાસે પાર્ક કરેલી એક કાર દબાઈ હતી. કારનો પાછળનો હિસ્સો બુકાડો બોલી ગયો હતો. જ્યારે એક્ટિવા સહિતના અન્ય વાહનો પણ તેમાં દબાયા હતા.
અચાનક જડમૂળથી ઝાડ ધરાશાયી થયું હતું. અચાનક જ ઝાડ પડતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને રોડ પર ટોળા ઉમટી પડ્યા હતા. ઝાડ આસપાસ ડામરનો રોડ હતો તે પણ તેની સાથે ઉખડી ગયો હતો.