કાર અને પીકઅપડાલા વચ્ચે અકસ્માત સર્જાતાં બેને ઇજા

532

સિધ્ધપુરના ધારેવાડા હાઈવે પર બુધવારના રોજ બપોરે ૧૨ વાગ્યાના સુમારે સિધ્ધપુરથી પાલનપુર જતા હાઈવે પર સ્વીફટ કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત થયો હતો. જેમા પાલપુરનો યુવાન અને તેનો ભત્રીજાને નાની મોટી ઇજાઓ થઇ હતી. પાલનપુરના રહેવાસી સંજયભાઈ નાયક (૪૦ વર્ષ) અને તેનો ભત્રીજોપુરવ નાયક(વર્ષ ૪) તેમની કાર ગાડી લઇને પાલપુર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ધારેવાડાના પાટીયા પાસે હાઇવે ઉપર અચાનક બોલેરો પીકપડાલુ જીજે ૨૪ યુ ૧૯૧૧ ચાલકે ધારેવાડા ગામ નજીક અકસ્માત સજ્યો હતો.

આ અકસ્માત ઘટના દરમ્યાન ઈસુભાઈએ ૧૦૮ને ફોન કર્યો પણ ન આવતા તેઓ તેમણે પ્રાઇવેટ વાહનમાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી સંજયભાઈ નાયકને જમણી આંખ અને જમણા હાથે ગંભીર ઈજા થઈ હોય અને સંજયભાઈ ના ભત્રીજા પુરવ નાયક ને માથાના ભાગે ફેક્ચર થતા તેઓને એમ્બ્યુલન્સ મારફત ધારપુર સિવિલમાં ખસેડાયા હતા.

Previous articleપાલડી પાસે વિશાળકાય વૃક્ષ ધરાશાયી, ATMSની અડધી બસ ઢાંકી દીધી
Next articleરાણીપમાં મોલની ગેલેરીમાંથી પડતુ મુકીને જવેલર્સ આત્મહત્યા કરી