નવા વાડજમાં રહેતી ૪૭ વર્ષના જ્વેલર્સે રાણીપમાં મોલની પાંચમાં માળની ગેલેરીમાંથી પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. બે મહિના પહેલા મૃત્યુ પામેલી પત્નીનો વિયોગ સહન ન થતા પોતે આ પગલું ભર્યું હોવાનું તેમણે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે. આ બનાવની વિગત મુજબ નવા વાડજમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ ભાઈ રમણલાલ સોનીએ(૪૭) ૧ ઓગષ્ટના રોજ રાણીપના આર્વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા મોલના પાંચમા માળેથી પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી.
આ મોલમાં પોતાના ભાઈ સાથે દાગીનાની દુકાન ધરાવતા રાજેશભાઈની પત્નીનું બે મહિના અગાઉ બિમારીને કારણે મૃત્યું થયું હતું. જેને કારફે રાજેશભાઈ હતાશામાં સરી પડયા હતા. તેમણે લખેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે હું મારા મનથી સતત પિડાઈ રહ્યો છું. મને પત્નીની ખુબ યાદ આવતી હોવાથી આ પગલુ ભરી રહ્યો છું.મારા ઘરના દરેક સભ્યએ મને ખુબ પ્રેમ આપ્યો છે. છતા હું મારા મનને સંભાળી શકતો ન હતો. તેમણે તેમના દિકરાને ખુબ અભ્યાસ કરવા જણાવ્યું છે.
જ્યારે પરિણીત દિકરીને પપ્પાને યાદ ન કરતી એમ જણાવ્યું છે. તે સિવાય તેમણે કોઈ દેવુ ન હોવાનું પરંતુ દુધ, કરિયાણા, ચેનલ અને અખબારના નાણાની વિગતો લખી છે. તેમણે મારા ઘરના કોઈ સભ્યને પરેશાન ન કરતા એમ પોલીસને જણાવ્યું છે. આ નિર્ણય હુ મારી જાતે લઈ રહ્યો છું, એમ તેમણે સ્યુસાઈડ નોટના અંતમાં લખ્યું છે.