પાલનપુરમાં ૩૦૦ વેપારીઓને નોટિસ વેરો નહી ભરે તો મિલ્કતો સીલ કરાશે

454

શહેરમાં વ્યવસાય વેરો ન ભરનારા વેપારીઓ સામે પાલિકા તંત્રએ કડક કાર્યવાહી કરવા તૈયારી શરૂ કરી છે પાલિકાએ વેરો ન ભરનારા ૩૦૦ વેપારીઓને નોટિસ ફાટકરી છે તેમજ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. સમગ્ર બાબતે વ્યવસાય વેરા અધિકારી કમલેશ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, વર્તમાન સમયે પાલિકામાં ૮૭૦૦ વેપારીઓએ પોતાના વ્યવસાયની નોંધણી કરાવી છે. જોકે, તેમાંથી મોટાભાગના વેપારીઓ વ્યવસાય વેરો ભરપાઇ કરતા નથી. આથી પાલિકા દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. જે અંતર્ગત ૩૦૦ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે, જો ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં વ્યવસાય વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાલિકાની આ કાર્યવાહીના પગલે વ્યવસાયવેરા બાકીદારોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

Previous articleરાણીપમાં મોલની ગેલેરીમાંથી પડતુ મુકીને જવેલર્સ આત્મહત્યા કરી
Next articleકડીમાંથી ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા અજયજી ઠાકોરને વજન કાંટા સાથે મહેસાણા એસઓજીએ ઝડપ્યો