કડીમાંથી ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા અજયજી ઠાકોરને વજન કાંટા સાથે મહેસાણા એસઓજીએ ઝડપ્યો

610

કડીના મણિપુર વિસ્તારમાં રહેતો અજયજી ઠાકોરને ગાંજાનો ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની ખાનગી બાતમીના આધારે મહેસાણા એસ.ઓ.જી. રેડ  પાડી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યો હતો.   કડીના મણિપુર વિસ્તારમાં અજયજી જવાનજી ઠાકોર છેલ્લા ઘણા સમય થી પોતાના ઘેર થી ગાંજાનો ગેરકાયદેસર વેચાણનો કાળો કારોબાર ચલાવતો હતો.

મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયાની સૂચનાથી મહેસાણા એસ.ઓ.જી. ના પી.આઈ. પી.જી. ચૌધરી અને પી.એસ.આઈ.એમ.ડી.ચંપાવત ની ટીમ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી ના મણિપુર વિસ્તારમાં ગાંજાનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે તો તેમણે પોતાની ટીમ સાથે બાતમી વાળા સ્થળ ઉપર રેડ કરતા ત્યાં ગાંજાનો ગેરકાયદેસર વેચાણ કરતા અજયજી જવાનજી ઠાકોર (ચૌહાણ) ને ૨ કિલો ૪૦૮ ગ્રામ ગાંજા અને વજન કાંટા સાથે ઝડપી પાડ્‌યો હતો જેની કિંમત આશરે ૨૫૦૦૦ રૂ. જેટલી છે. મહેસાણા એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડેલ આરોપીને કડી પોલીસ સ્ટેશનમાં લાવી એન.ડી.પી.એસ.એક્ટ ૧૯૮૫ ની કલમ ૮ સી, ૨૦ બી, ૨૯ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Previous articleપાલનપુરમાં ૩૦૦ વેપારીઓને નોટિસ વેરો નહી ભરે તો મિલ્કતો સીલ કરાશે
Next articleમળવા આવેલા ૮ સંબંધીઓને ફૂડ પોઇઝનિંગની અસર