વાવઃ થરાદ ખાતે જિલ્લાની કારોબારી બેઠકમાં બુધવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ડેલીગેશ આવ્યા હતા. તેઓએ વાવના માડકા ગામની મુલાકાત લીધી હતી. માડકા ગામલોકોની રજુઆત સાંભળી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ‘૨૦૧૫-૨૦૧૭ અને ૨૦૧૯માં જે પુરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે.
ગામોમાં ત્રણ દિવસ પાણી હોવાથી ઘરવખરી, મિલકત અને ખેતીને નુકશાન થયું છે. તંત્ર દ્વારા નુક્શાનીનું સર્વે કરવામાં આવ્યું નથી. કેશડોલ ચુકવવામાં આવી નથી, કોઇ તપાસ કરવામાં કે કાર્યવાહી આવી નથી. રોડ પર બનાવેલ કોઝ-વે ઉંચો બનાવેલ હોઈ પાણીનો નિકાલ થતો નથી એ તંત્રની બેરકારી છે. આમ સરકારને કેશડોલ માટે પાકની નુક્શાનીનું વળતર મળે તેમજ કોઝ-વેનું લેવલ નીચું આવે કાયમી ઉકેલ આવે તેવી રજુઆત કરીશું.’
આ કાર્યક્રમમાં કોંગ્રેસ ધારાસભ્યો, લાખાભાઈ ભરવાડ, ગેનીબેન ઠાકોર, નાથાભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, દિનેશદાન ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ડી.ડી.રાજપૂત, ઠાકરસીભાઈ રબારી, દુદાજી રાજપૂત, આંબાજી સોલંકી, પીનાબેન, લક્ષ્મીબેન કરેણ, અમીરામભાઈ આશલ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત હતા.